અંજારમાં જરૂરતમંદ લોકોને 1200 ફૂડ પેકેટનું વિતરણ

અંજારમાં જરૂરતમંદ લોકોને 1200 ફૂડ પેકેટનું વિતરણ
અંજાર, તા. 27 : શહેરમાં મિઠાઇ-ફરસાણ એસોસિએશન દ્વારા 1200 કિલોથી વધુ મિઠાઇ-ફરસાણના ફૂડ પેકેટ વિતરણ કરાયાં હતાં. તમામ મિઠાઇ-ફરસાણની દુકાનો કોરોનાના કારણે  બંધ હોઇ દુકાનોમાં સ્ટોકમાં પડેલા મિઠાઇ-ફરસાણના સ્ટોકનો યોગ્ય નિકાલ કરવા પૂર્વે વિભાગના નાયબ કલેક્ટર ડો. વિમલ જોષી તેમજ અંજાર મામલતદાર એ.બી. મંડોરીની સૂચનાથી મિઠાઇ ફરસાણ એસોસિએશનના પ્રમુખ અમરીષભાઇ કંદોઇ તેમજ ઉપપ્રમુખ ધરમશીંભાઇ પ્રજાપતિ, મંત્રી સચિનભાઇ હર્ષ તેમજ અરવિંદભાઇ પરબિંયા, ભરતભાઇ પ્રજાપતિ,  રાજન હર્ષ, દિનેશભાઇ પ્રજાપતિ, રાજેશ જોષી તથા એસોસિએશનના હોદ્દેદારોએ શહેરના વિવિધ શ્રમજીવી વિસ્તાર, ઝૂંપડપટ્ટી વિસ્તારમાં આ મિઠાઇ-ફરસાણના 1200થી વધુ પેકેટનું વિતરણ કર્યું હતું.એસોસિએશનના પ્રમુખ અમરીષભાઇએ જણાવ્યું હતું કે, જો જરૂરત થશે તો એસોસિએશન સેવાકીય કાર્યમાં હંમેશાં સહયોગ આપવાનું ચાલુ રાખશે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer