ગાંધીધામ સંકુલમાં અનોખી રીતે ઘરેઘરે ચેટીચંડની થઈ ઉજવણી

ગાંધીધામ સંકુલમાં અનોખી રીતે ઘરેઘરે ચેટીચંડની થઈ ઉજવણી
ગાંધીધામ, તા. 27 : સિન્ધી સમાજના ઈષ્ટદેવ ઝૂલેલાલ ભગવાનની જન્મ જયંતી  ચેટીચંડની ગાંધીધામ સંકુલમાં અનોખી ઉજવણી કરવામાં આવી હતી. કોરોના વાયરસની મહામારીના પગલે ચેટીચંડની મુખ્ય ઉજવણી રદ કરવામાં આવી હતી. શહેરમાં સિન્ધી સમાજના લોકો વધુ  સંખ્યામાં વસવાટ કરે છે તે ભાઈ પ્રતાપ નગરના ઝૂલેલાલ મંદિર દ્વારા ચેટીચંડની પૂર્વ સંધ્યાએ ઘરેઘરે ઝૂલેલાલ ભગવાનની મૂર્તિ આપવામાં આવી હતી જેથી લોકો જ્યોત પ્રગટાવી પૂજા કરી શકે.25 માર્ચના દરેક રહેવાસીઓએ પોતાના ઘરની બહાર ઊભા રહી થાળી, વાટકા અને શંખનાદ કરી ચેટીચંડની ઉજવણી કરી હતી. આ ઉપરાંત ગાંધીધામ આદિપુરના અનેક ઘરોમાં સિન્ધી સમાજના લોકોએ થાળી વગાડી ઝૂલેલાલ ભગવાનની આરતી કરી હતી. સરકારના નિયમ મુજબ મંદિર બહિરાણાની જ્યોત મંદિર પાસે આવેલા નાના ગણપતિ કુંડમાં શાંતિ અને સાદગીથી પધરાવવામાં આવ્યા હતા.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer