ગાંધીધામની શાળાના બાળકોને અપાયું ડીજિટલ માધ્યમથી ઘેર બેઠાં શિક્ષણ

ગાંધીધામની શાળાના બાળકોને અપાયું ડીજિટલ માધ્યમથી ઘેર બેઠાં શિક્ષણ
ગાંધીધામ, તા.27:કોરોના વાયરસની મહામારીને અંકુશમાં લાવવા સરકાર દ્વારા શાળા-કોલેજોને બંધ રાખવા સહિતની દિશામાં પગલાં લેવામાં આવ્યાં છે. ત્યારે ગાંધીધામ સંકુલમાં આવેલી આત્મીય વિદ્યાપીઠ શાળાએ  ડિજિટલ ટેકનોલોજીનો સદઉપયોગ કરી ધો. 10 અને ધો.12 ના છાત્રોને ઘરે બેઠા ઓનલાઈન શિક્ષણ આપ્યું હતું. વર્તમાન સમયમાં તંત્ર દ્વારા  વાયરસનું સંક્રમણ અટકાવવા અર્થે શાળા કોલેજોને બંધ કરાઈ છે.પરંતુ આત્મીય વિદ્યાપીઠના શિક્ષકો સમયસર શાળામાં આવીને વિદ્યાર્થીઓના ભવિષ્ય માટે જાગૃત રહયા હતા.શાળા  શિક્ષકો દ્વારા ધો.10 અને ધો. 12 પરીક્ષાર્થીઓને ઓનલાઈન માર્ગદર્શન અપાઈ રહયું છે.ગાંધીધામમાં સંભવત:પ્રથમ એવી આ  કામગીરી શાળાના ચેરમેન વિનોદ ચાવડાના નેતૃત્વ તથા ટ્રસ્ટી  હેમંત કાછડીયા  માર્ગદર્શન તળે  ચલાવવામાં આવી. કારકિર્દી ઘડતર માટે  મહત્ત્વની  ગણાતી  ધો.10 અને ધો. 12ની  પરીક્ષા પહેલાં વિદ્યાર્થીઓ પોતાના ઘરે જ કોચિંગ મેળવી શકશે.  શાળાના આચાર્ય સ્કેરીયા થોમસે (સી.બી.એસ.સી.ના પ્રમાણીત ટેનર) વિદ્યાર્થીઓને પ્રથમ વખત ઓનલાઈન વીડિયો માધ્યમથી સંબોધીત કરી આ નવી પદ્ધિતિનું મહત્ત્વ અને લાભો સમજાવ્યા હતા. અનોખી શિક્ષણ પ્રથાને સફળ બનાવવા માટે શાળાના શિક્ષકો અને આઈ.ટી. ટીમે સહકાર આપ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer