કચ્છના સાંસદે જરૂરતમંદો માટે રાશનકિટ તૈયાર કરાવી

કચ્છના સાંસદે જરૂરતમંદો માટે રાશનકિટ તૈયાર કરાવી
ભુજ, તા. 27 : કોરોના મહામારીને પહોંચી વળવા કચ્છના સાંસદ વિનોદ ચાવડાએ અનોખી પહેલ કરી હતી. પ્રધાનમંત્રી ફંડ યોજનામાંથી આરોગ્યના સાધનો માટે રૂા. 1 કરોડ જાહેર કર્યા બાદ જરૂરતમંદો માટે રાશનકિટ તૈયાર કરાવી હતી. ભુજ ખાતે તેમણે કાર્યકરોને સાથે રાખી રાશનકીટ તૈયાર કરાવી હતી અને જરૂરતમંદ લોકો સુધી તાત્કાલિક પહોંચાડવાનું આયોજન પણ કર્યું હતું. કોરોના વાયરસની ભયંકરતા સામે લડવા કેન્દ્ર સરકાર, ગુજરાત સરકાર સખત કદમ ઉઠાવી રહી છે. સરકાર સંપૂર્ણપણે કોઈપણ આમ જનતાને તકલીફ ન થાય માટે વ્યવસ્થા ગોઠવે છે ત્યારે કચ્છના સાંસદ પોતાના સંસદ સભ્ય સ્થાનિક વિસ્તાર વિકાસ યોજનાની ગ્રાન્ટમાં 10 લાખ મોરબી માળિયા વિસ્તાર તથા 90 લાખ કચ્છમાં હેલ્થકેર પ્રોટેક્ટિવ ઈક્વિપમેન્ટ, માસ્ક, સેનિટાઈઝર માટે ફાળવ્યા છે. જેની સંપૂર્ણ વ્યવસ્થા સ્થાનિક તંત્ર સંભાળશે, પરંતુ સાંસદ પોતાના પગારમાંથી 1 લાખ રૂપિયા પ્રધાનમંત્રી રાહતકોષમાં નગદ જમા કરાવ્યા છે.  સામાન્ય પરિજન નિરાધાર લોકોને રાશનકિટ, માસ્ક માટે તાત્કાલિક ધોરણે ફાળવ્યા છે તથા તેમની સંસ્થા સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા પણ સેવા કાર્ય ચાલુ રાખશે તેવું જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer