કોરોના સામેની લડાઇ માટે કચ્છ ભાજપ અગ્રણીએ રાહતફંડમાં એક લાખ આપ્યા

કોરોના સામેની લડાઇ માટે કચ્છ ભાજપ અગ્રણીએ રાહતફંડમાં એક લાખ આપ્યા
ભુજ, તા. 27 : કોરોના વાયરસ સામેની રાજય સ્તરેથી મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના નેતૃત્વ તળે થઇ રહેલી કાર્યવાહીમાં યોગદાન આપવાના હેતુસર તેમના રાહતફંડમાં કચ્છ ભાજપના અગ્રણી ધારાશાત્રી દિલીપભાઇ ત્રિવેદીએ એક લાખ રૂપિયા અર્પણ કર્યા હતા. નાગરિક બેન્ક ભુજ શાખાના ચેરમેન અને કચ્છ જિલ્લા ભાજપના પૂર્વ અધ્યક્ષ એડવોકેટ શ્રી ત્રિવેદીએ આજે મુખ્યમંત્રી રાહતફંડમાં રૂા. એક લાખનો ચેક અર્પણ કર્યો હતો. સાથેસાથે તેમણે આ કાર્ય માટે યથાયોગ્ય સહયોગી બનવા પક્ષના આગેવાનો, કાર્યકરો અને અન્યોને અપીલ પણ કરી હતી.મુખ્યમંત્રી રાહતફંડમાં જમા થનારી આ રકમનો ઉપયોગ હાલે કોરોના વાયરસ સામે લેવાઇ રહેલા બચાવ અને રાહત સહિતની વિવિધ પ્રવૃત્તિમાં કરવામાં આવશે તેવું તેમણે ઉમેર્યું હતું.  
    ઉમરાહ માટેના એક લાખ કોરોના રિલીફમાં વાપરવાનો નિર્ણય  ભુજ, તા. 27 : કબીર ફાઉન્ડેશનના પ્રમુખ અહેમદશા નવાઝશા સૈયદ પોતાના ઉમરાહ જવાના રૂા. એક લાખ વર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને રાશનકિટ અને ફૂડ પેકેટમાં વાપરવાનો નિર્ણય કર્યો છે.અહેમદશા સૈયદ સામાજિક પ્રવૃત્તિઓમાં વરસોથી જોડાયેલા છે અને વ્યવસાયે પત્રકાર છે. કચ્છમિત્રમાં આવેલી અપીલથી પ્રેરાઇ તેમણે આ નિર્ણય લીધો છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer