મહામારી વચ્ચે સેવાની સરવાણી

મહામારી વચ્ચે સેવાની સરવાણી
ભચાઉમાં જરૂરતમંદો માટે ફૂડ પેકેટ : અનુકંપા કેન્દ્ર ભચાઉ દ્વારા ભચાઉમાં પરા વિસ્તારમાં તેમજ અન્ય ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા જરૂરતમંદ લોકોને ફૂટ પેકેટ બે દિવસથી ચાલુ કરેલા છે. પ્રથમ દિવસે ભચાઉ વેપારી એસોસીએશનના પ્રમુખ હર્ષદભાઇ નટવરલાલના સ્વ. માતૃશ્રી લક્ષ્મીબેન નટવરલાલ તરફથી તેમજ બીજા દિવસે ભચાઉ નગરપાલિકાના કાઉન્સિલર ભરતસિંહ રણજિતસિંહ જાડેજા તરફથી સહયોગ મળ્યો હતો. હજુ પણ સાત દિવસના નામો આવેલા છે. અશોકભાઇ વોરા, અરવિંદભાઇ મહેતા, તુષાર કુબડિયા, ગૌતમ શાહ, ચેતન ગાંધી, હાર્દિક મહેતાની જહેમતથી આ કાર્ય ચાલુ છે. વેપારી અગ્રણી કનકભાઇ વોરા તથા જયેન્દ્રભાઇ એન. શાહ, સુહાગભાઇ વોરા, દિનેશભાઇ મહેતા, હસુમખભાઇ શાહ, આ ફૂડ પેકેટમાં ભચાઉ નગરપાલિકાના પ્રમુખ કુલદીપસિંહ જાડેજા તથા ઉપપ્રમુખ ભરતભાઇ પટેલ સહયોગ આપી રહ્યા છે તેમજ જૈન યુવક મંડળના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer