ભુજમાં પાકિસ્તાનથી પરત ફરેલા આધેડે હોમ ક્વોરન્ટાઇનનો ભંગ કર્યો

ભુજ, તા. 27 : પાકિસ્તાનથી ભુજ પરત ફરેલા એક આધેડ પ્રવાસીને 14 દિવસ માટે હોમ ક્વોરન્ટાઇન તળે રખાયો હોવા છતાં તેનો તેણે ભંગ કરતાં  તેની વિરુદ્ધ એપિડેમિક ડિસીઝ એક્ટ-1897 અન્વયે ગુનો નોંધાયો છે. વૈશ્વિક મહામારી કોરોના વાયરસના રોગને દેશમાં અટકાવવા લોકડાઉન?છે અને દેશ-વિદેશથી આવેલા તમામ નાગરિકોને 14 દિવસ હોમ ક્વોરન્ટાઇન રહેવા જાહેરનામું પ્રસિદ્ધ કરી તેઓના ઘરની બહાર હોમ ક્વોરન્ટાઇનના નામજોગ સ્ટીકર લગાડી દેવાયાં છે.આ જાહેરનામાનો ચુસ્તપણે અમલવારી કરાવવા તથા તેની તપાસણી કરવાની સૂચનાના પગલે મેડિકલ ઓફિસર ડો. જીલ અતુલભાઇ મોડેસરા તથા તેમની ટીમ સંજોગનગરના મુસ્તફાનગર-1 ખાતે હોમ ક્વોરન્ટાઇન તળે રખાયેલા શેરમામદશા મામદ સૈયદ (ઉ.વ. 53)ની ઘરે તપાસણી કરતાં તેઓ ઘેર ન મળી આવતાં અને તે ઘરની બહાર નીકળી ગયાનું  જણાતાં આ બેદરકારીભર્યાં કૃત્ય બદલ જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી આદરાઇ છે.અત્રે ઉલ્લેખનીય છે કે, શેરમામદશા સૈયદ ગત તા. 20/3ના રોજ પાકિસ્તાનથી પરત ભારત આવ્યા હતા અને ત્યારથી તેને 14 દિવસ માટે હોમ ક્વોરન્ટાઇન તળે રખાયા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer