પાકા કેદીઓની પેરોલ મંજૂર થશે

ભુજ, તા. 27 : કોવિડ-19 અંતર્ગત જીવલેણ કોરોના વાયરસને ધ્યાને લઇ રાજ્યની જેલોમાં રહેલા પાકા કેદીઓને તેમની સલામતી અને સાવચેતીના ભાગરૂપે લાંબા સમય માટે પેરોલ રજા પર મોકલવા નિર્ણય લેવાયો છે જેમાં કચ્છ જિલ્લાની પાલારા ખાસ જેલમાંથી 50 કેદી અને ગળપાદર જેલમાંથી 16 કેદીની નામાવલિ જિલ્લા કલેક્ટરને અપાઇ છે.વૈશ્વિક મહામારી કોરોનાને ભારતે પણ રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરી 21 દિવસ માટે દેશને લોકડાઉન કર્યું છે ત્યારે જેલ એક બંધ જગ્યા હોવાથી જેલમાં કોરોના વાયરસ ફેલાય તો તેને અટકાવવો જેલ પ્રશાસન માટે મુશ્કેલ બને તેમ હોવાથી રાજ્યની જેલોમાં રહેલા જે પાકા કેદીઓએ લાંબા સમય માટે પેરોલ રજા ઉપર જવા માંગતા હોય તેવા પાકા કેદીઓની અરજીઓ સંબંધિત જેલ અધીક્ષકો દ્વારા જિલ્લા કલેક્ટરને મોકલી આપવા અને આવી અરજીઓ ઉપર કલેક્ટરે તાત્કાલિકયોગ્ય નિર્ણય લઇ કાર્યવાહી કરવાનો પરિપત્ર ગુજરાત સરકારના જેલ અને સુધારાત્મક વહીવટ કચેરીના અધિક પોલીસ મહાનિર્દેશક ડો. કે. એલ. એન. રાવે જારી કરી દીધો છે. બીજીતરફ, આ પરિપત્રના અનુસંધાને પાલારા ખાસ જેલના અધીક્ષક ડી. એમ. ગોહિલ અને ગળપાદર જેલના અધીક્ષક એમ. એન.જાડેજાનો સંપર્ક સાધતાં પાલારામાં હાલ 71 પાકા કામના કેદી છે જેમાંથી આ પરિપત્રના પરિપેક્ષ્યમાં આવતા 50પાકા કેદીની નામાવલિ તેમજ ગળપાદર જેલમાં કુલ 22 પાકા કેદીઓમાંથી 16 કેદીની સૂચિઆમ કચ્છની બે જેલમાંથી કુલ 66 પાકા કેદીઓની અરજીઓ જિલ્લા કલેક્ટરને આપી દેવાઇ?હોવાની જાણકારી આપી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer