કચ્છમાં કોરોનાનો વધુ એક શંકાસ્પદ કેસ દેખાયો

ભુજ, તા. 27 : કચ્છમાં કોરોનાનો વધુ એક શંકાસ્પદ કેસ સામે આવ્યો છે. જેમાં બળદિયાના 72 વર્ષીય એનઆરઆઈમાં શરદી-ઉધરસના શંકાસ્પદ લક્ષણો દેખાતાં સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી દેવાયા છે.જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે કોરોના સંબંધિત જારી કરેલી યાદી મુજબ 17 જેટલા શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવાયા હતા. જેમાં 1 પોઝિટિવ કેસ છે અને 1 વ્યકિતનો રિપોર્ટ આવવાનો બાકી છે. જ્યારે 15 વ્યકિતઓના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે,દરમ્યાન આજે બળદિયાના 70 વર્ષીય એનઆરઆઈમાં શરદી અને ઉધરસના શંકાસ્પદ લક્ષણો દેખાતાં તેના સ્લોબના સેમ્પલ લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલી અપાયા છે.દરમ્યાન અન્ય એક અલગથી યાદી મુજબ વૈશ્વિક કોરોના વાયરસના પગલે કચ્છ જિલ્લામાં જિલ્લા તંત્ર દ્વારા એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને અન્ય સ્થળોએ ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે. ગઇકાલ સાંજે ચાર વાગ્યાથી આજે સાંજે ચાર વાગ્યા સુધીમાં કુલ 3493 વ્યકિતઓનું ક્રીનિંગ કરવામાં આવ્યું છે. અત્યાર સુધી કુલ 27105 લોકોનું ક્રીનિંગ કરાયું છે.   

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer