બેંકોમાં આવશ્યક સેવા જારી; પણ બિનજરૂરી ન જાઓ

દિવ્યેશ વૈદ્ય દ્વારા- ભુજ, તા. 26 : કોરોનાના વધતા જોખમનો સામનો કરવા લોકડાઉન છે ત્યારે આવશ્યક સેવાઓમાં ગણાતી બેકિંગ વ્યવસ્થા દેશભરની જેમ કચ્છમાં ચાલુ જ છે, પરંતુ બેંક અધિકારીઓ દ્વારા એવી અપીલ કરવામાં આવી છે કે, અનિવાર્ય અને તાકીદના કામો સિવાય બેંક શાખાની મુલાકાતો ન લેવામાં આવે. એટીએમ મશીનામાં પૂરતી રોકડ  નિયમિત ભરવામાં આવે છે અને નાણાં જમા કરવા માટે પણ મશીનો કાર્યરત જ છે. સિનિયર સિટીઝન પણ બેંક સુધી આવવાનું ટાળે અને ડિજિટલ સાધનોનો ઉપયોગ કરે.  લોકડાઉનની સ્થિતિ વચ્ચે આ અખબારે જ્યારે જિલ્લા મથકની મુખ્ય બે બેંકોની મુલાકાત લીધી ત્યારે દરેક જગ્યાએ ગોઠવણી કરવામાં આવી છે તેમ પૂરતો સિક્યોરિટી સ્ટાફ અને હાથ ધોવાની અને સેનિટાઈઝરની વ્યવસ્થા સાથે ફરજિયાત પ્રવેશ હતો. સામાન્ય દિવસોની જેમ ભરચક ગિર્દી દેખાય છે, તેનાથી ઊલટું ગણ્યાગાઠયા ગ્રાહકો હતા. સ્ટાફ અડધો-અડધોની સંખ્યામાં હાજર રહી દૂર-દૂર બેઠક વ્યવસ્થામાં કામ ચલાવે છે.ભુજની મુખ્ય સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને `દેના' અને `િવજયા' બેંક સાથે મળવાની પ્રક્રિયામાં બેંક ઓફ બરોડાના  સૂત્રોએ નામ નહીં આપવાની શરતે  કહ્યંy કે, બેંક રોજ 10થી 2 નિયમિત ચાલુ છે. મહદઅંશે નાણાની લેવડ-દેવડ થાય છે. સરકારી ચલણ ભરવાનું કામ પણ અટકશે નહીં. ચેક ક્લીયરિંગ પણ ચાલુ જ છે. આગામી પહેલી તારીખે સરકારી અને ખાનગી સંસ્થાઓની પગાર કામગીરી પણ સમયસર પૂર્ણ થશે જ. એટીએમની સ્થિતિ અંગેના સવાલમાં કહ્યું કે, તેમાં અગાઉની સ્થિતિની જેમ જ નાણાં ભરવાનું જારી છે. બાકી  નેટબેંકિંગ, યુપીઆઈ ટ્રાન્સફર, બાકિંગ એપ્લિકેશનનો ઉપયોગ વધે છે. બેકિંગ સૂત્રોનું કહેવું છે કે, લોકો બિનજરૂરી ન આવે અને સરકારની સૂચનાઓનું પાલન કરે. આમેય, લોન સહિતની ગતિવિધિ નહિવત છે. ખાસ તો ગ્રાહકો  બેંકમાં આવે ત્યારે નાની ઉમરના બાળકોને લેતા ન આવે. ઘણા બિનનિવાસી ભારતીયો પણ  એવા છે, જે બેંકમાં આવે ત્યારે પોતાની ઓળખ અને ટ્રાવેલ હિસ્ટ્રી (પ્રવાસની વિગત) જારી કરતા નથી. જ્યારે બેંકમાં ન આવવા વિનંતી કરાય છે તો ઘર્ષણના બનાવો પણ બની ચૂક્યા છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer