આખી જી.કે. જનરલ કોરોના હોસ્પિટલ બનશે

ભુજ, તા. 27 : આખરે જી.કે. જનરલ આખી હોસ્પિટલને કોરોના માટે રાખવાનો નિર્ણય લેવાઈ ગયાનું આરોગ્ય સૂત્રોમાંથી જાણવા મળે છે. ભુજની ખાનગી અને ટ્રસ્ટની હોસ્પિટલોમાં પણ ચોક્કસ પ્રકારની બીમારીની સારવાર કરાય તેવો નિર્ણય જાહેર થવાની વકી છે. જેમાં એમએમપીજે લેવા પટેલ હોસ્પિટલમાં ત્રીરોગ અને લાયન્સ હોસ્પિટલમાં આંખ અને ડાયાલિસીસ, ઓર્થોપેડિક દર્દીઓને ભુજની ત્રણ અલગ અલગ ઓર્થોપેડિક હોસ્પિટલમાં, બાળરોગના દર્દીઓ મેડિકેરમાં, સર્જિકલ વોર્ડના દર્દીઓ એકોર્ડ હોસ્પિટલમાં, દાંતના દર્દીઓને વાયબલ હોસ્પિટલમાં, કાન, નાક, ગળાના દર્દીઓ જીવનજ્યોત હોસ્પિટલમાં, એઈડ્ઝના દર્દીઓ ભારાપર ખાતે શિફ્ટ કરવા આયોજન કરાયું છે. જી.કે.ના તબીબોના સહયોગમાં ભુજના ખાનગી તબીબો આ દર્દીઓને મફત સારવાર સુવિધા ઉપલબ્ધ કરશે. ઉલ્લેખનીય છે કે, ભુજના ખાનગી તબીબોએ કોરોનાના દર્દીઓની સારવાર કરવા ચોખ્ખી ના પાડી દઈને જી.કે. જનરલને જ કોરોના સ્પેશિયલ હોસ્પિટલ તરીકે જાહેર કરી ત્યાં આવતા અન્ય દર્દીઓની પોતાને ત્યાં મફતમાં સારવાર કરવા તત્પરતા દર્શાવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer