લંડન ખાસ ફ્લાઇટમાં જવા માગતા બ્રિટિશ નાગરિકો નોંધણી કરાવે

કેરા (તા. ભુજ), તા. 27 : કોરોના કહરથી બ્રિટન થરથરી રહ્યું છે. લંડનના પ્રિન્સ ચાર્લ્સ પછી વડાપ્રધાન બોરીસ જોનસનને પોઝિટિવ આવતાં પ્રકોપના વ્યાપનો અંદાજ આવે છે. જાણકારો એમ પણ કહે છે કે, અમેરિકા પછી હવે બ્રિટનમાં સંખ્યા વધશે. આવા વાતાવરણમાં અ'વાદ સ્થિત બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનરે બ્રિટિશ નાગરિકોને વતન લઇ જવા ગતિવિધિની જાણ કરી છે. તેમની ઓફિશિયલ વેબસાઇટ www.gov.uk/foreign-travel-advice અને ફેસબૂક FCO travel માં જણાવ્યા મુજબ હાલ ભારતમાં ફસાયેલા બ્રિટિશ નાગરિકોને લંડન પરત લઇ જવા સરકાર કામમાં છે. દરમ્યાન, અ'વાદના બ્રિટિશ ડેપ્યુટી હાઇ કમિશનર સાથે ક્ષેત્રિય સંબંધધરાવતા કેરા ગામના જેઠાલાલભાઇ સવાણીના જણાવ્યા મુજબ પૂરતા ઉતારુઓ થાય તો અ'વાદથી આયોજન હાઇ કમિશનર કચેરી કરી શકે છે અને તે એમના ઉપર નિર્ભર છે. જો કોઇ?આ રીતે પરત જવા ઇચ્છુક હોય તેમણે પૂરું નામ, જન્મ તારીખ, પાસપોર્ટ નંબર, ભારત આવ્યાની તારીખ, પરત જવાની તારીખ (ટિકિટ બૂક હોય તો), વિઝાની સ્થિતિ, હાલનું સરનામું અને સંપર્ક નંબર લખી +44 79747 10836 (વોટ્સએપ) અથવા [email protected]  પર વિગતો મોકલવાની રહેશે. કોઇએ ટેલિફોનિક કે રૂબરૂ સંપર્ક ન કરવા જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer