કચ્છમાં પ7 જાહેરનામા ભંગના કેસ

ભુજ/ગાંધીધામ, તા. 27 : લોકડાઉન અને જિલ્લા કલેકટર દ્વારા જાહેરનામું હોવા છતાં દુકાનો ખોલનાર ચાર કે વધુ લોકો ભેગા થનાર અને પોતાના વાહનોમાં બેસાડનાર વિરુદ્ધ પોલીસે કાર્યવાહી કરી હતી.  પશ્ચિમ કચ્છમાં 14 વિરુદ્ધ જ્યારે પૂર્વ કચ્છમાં આવા 43ની અટકાયત કરવામાં આવી હતી.ભુજના બી-ડિવિઝન પોલીસ મથકે જાહેરનામા ભંગ બદલ નોંધાયેલા કેસમાં માધાપરના લાયન્સનગર તરફ વિનાયક નામની ઠંડા-પીણાં, આઈસક્રીમની દુકાન ખૂલી રાખનારા અશોકભાઈ મફતભાઈ મિત્રી તેમજ નાગોરના બસ સ્ટેશન પર જાહેરમાં ચારથી વધુ એકઠા થયેલા એવા રમેશ શિવજી જેપાર, બાબુભાઈ હીરાભાઈ ગરવા, કાનજીભાઈ હીરાભાઈ ગરવા, જયેશ લાલજી જેપાર અને ભરતભાઈ જેઠાભાઈ જેપાર વિરુદ્ધ પોલીસે ગુનો નોંધ્યો છે. જ્યારે માંડવીમાં શાક માર્કેટની બાજુમાં ઠંડાં-પીણાંની દુકાન ખોલનારા આરોપી રોહિત લક્ષ્મીદાસ સોની, જી.ટી. રોડ પર શ્રીજી ટ્રેડર્સ નામની દુકાન ખોલનારા વિનોદ કરસન મોતા અને કોડાયમાં સરકારી પ્રાથમિક શાળા પાસે ઠંડાં-પીણાંની કેબિન ખુલ્લી રાખનારા સેજાભાઈ રતાભાઈ આહીર તેમજ મુંદરાના નાના કપાયાની એલાયન્સ હોસ્પિટલ પાસે ચા-નાસ્તાની કેન્ટીન ખુલી રાખવા બાબતે વિજય બુધુરાણા સામે જાહેરનામાના ભંગ બદલ ફરિયાદ નોંધાઈ છે. જ્યારે નખત્રાણાના વિરાણી રોડ પર બિનજરૂરી રીતે આંટાફેરા કરનાર આરોપી આદમ અબ્દુલ્લા સમા સામે પણ જાહેરનામાના ભંગ બદલ નખત્રાણામાં ગુનો નોંધાયો છે. પશ્ચિમ કચ્છ પોલીસે આજે જાહેરનામાના ભંગ બદલ 14 કેસ તથા 193 વાહન ડિટેઈન કર્યા છે. આદિપુરના ચોસઠ બજારમાં સાઈ પ્રસાદ નામની દુકાન ખુલ્લી રાખનાર પવનકુમાર પ્રકાશ રાજાણીની પોલીસે અટક કરી હતી. કંડલા રેલવે ઝૂંપડા વિસ્તારમાં પાણીના ટાંકા પાસે પાન, મસાલાની કેબિન ચાલુ રાખનાર અબ્દુલ સુલેમાન છરેચાને પકડી લેવાયો હતો. અંતરજાળમાં આશાપુરા હોટેલની બાજુમાં ગોપાળનગર વિસ્તારમાં ગાયત્રી ઈલેકટ્રીક નામની દુકાન ખુલ્લી રાખનાર મોહન અંબારામ મઢવીની ધરપકડ કરી તેના વિરુદ્ધ ગુનો નોંધાયો હતો.વાગડ પંથકમાં પણ પોલીસે કાર્યવાહી કરી હતી. રાપરના ડાવરી (ત્રિકમવાંઢ)માં પૈડાંના પંકચર બનાવવાની દુકાન ચાલુ રાખનાર શિવા જગમાલ કોળીની અટક કરાઈ હતી.તેમજ આદિપુરના મુંદરા સર્કલ પાસેથી પસાર થનાર કાર નં. જી.જે. 12-બી.એફ. 8428ને પોલીસે રોકાવી હતી. તેમાં ચારથી વધુ લોકો સવાર હોવાથી કાર ચાલક રામપરના રાજેશ દેવજી સેગલિયા (આહીર) વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. તથા રાપરના પ્રાગપર ચોકડી પાસે રિક્ષા નં. જી.જે. 12-બી.યુ. 5248ને રોકાવાઈ હતી. તેમાં પર નિયત કરતાં વધુ મુસાફરો હોવાથી ગાંધીધામના રિક્ષાચાલક વિરમ કરશન વાલ્મિકી સામે ફરિયાદ નોંધાઈ હતી.ગાંધીધામના ગુ.હા.બોર્ડ વિસ્તારમાં અંબેમાના મંદિર પાસે વગર કારણે એકઠા થનાર વેર વેકેટ સચિનારાયણ નાગેશ્વર, સેવારામ સુબારામ ક્રિષ્ના, થમ ગોપાલ ક્રિષ્નન સૂર્યનારાયણ, સચિનારાટ વેંકટેશ્વર રાવની ધરપકડ કરવામાં આવી હતી. અહીંના જ સત્રા હજાર ચોકમાં મંદિર પાસે ભેગા થનાર કાલુ ભીખાજી ગર્મ, પ્રકાશ ગોપાલ ઘેડા, રામપ્રવેશ જીવક દુશ્વાહ, સંજય રાજેશ ઘેડા, મુસાફીર ગનવરી તનવાની અટક કરાઈ હતી.ભચાઉના જય માતાજી ચોકમાંથી મોહન ભીમ પ્રજાપતિ, દિના બબા માદલીયા, સુધીર નાનજી સાવંત, રમેશ રામા લુહાર, રાજેશ લખમણ કોળી, પ્રદીપ હધુ મેરિયાની ધરપકડ કરી તેમની વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. આજ નગરના બસ સ્ટેન્ડ પાસેથી ફિરોઝ ઈલિયાસ ભટ્ટી, દિનેશ મેરામણ મૂછડિયા, કીર્તિ બાબુલાલ પ્રજાપતિ, અરવિંદ જીવા ઘેડા, દિનેશ હંસરાજ કારીયાને પકડી પાડવામાં આવ્યા હતા.અંજાર તાલુકાના મેઘપર કુંભારડીમાં આવેલ નેન્સી રેસિડેન્સીમાંથી ગોવિંદ બચુ આહીર, સંદીપ સાવલરામ જાંગરા, યાગનિક શંભુ, સનિ કાનજી આહીર, રીધમ કાંતિલાલ સાલ્વીની ધરપકડ કરવામાં આવી હતી. તેમજ અંજાર શહેરના ગાયત્રી ચાર રસ્તા પાસેથી કરશન મોહન પ્રજાપતિ, કમલેશ પ્રેમજી ભાનુશાળી, દેવજી મેઘજી બારોટ, સાલેમામદ પીર મામદ લોહાર, મનસુખગીરી ગવરીગીરી ગુંસાઈ, ઈસ્માઈલ અયુબ પઠાણ, રાજેશ દેવીદાન બારોટ અને મામદ સુલેમાન લુહારની અટક કરવામાં આવી હતી.આવી જ કામગીરી ભચાઉના લલિયાણા ગામમાં કરવામાં આવી હતી. ગામના બસ સ્ટેન્ડ નજીક ઓટલા પર બેઠેલા લાલજી રાણા માના (આહીર), સામજી અરજણ માતા (આહીર), પ્રવીણ અરજણ, માતા (આહીર) અને હરી રાજા ગાગલ (આહીર)ની પોલીસે ધરપકડ કરી તેમની વિરુદ્ધ જાહેરનામાના ભંગનો ગુનો દાખલ કર્યો હતો.આ કાર્યવાહી અંતર્ગત પૂર્વ કચ્છ પોલીસે 69 વાહનો ડીટેઈન કર્યા હતા અને રૂા. 36,900નો લોકોને દંડ ફટકાર્યે હતો. તેમજ 126 વરિષ્ઠ નાગરિકો તથા 17 શાક માર્કેટની તપાસ કરવામાં આવી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer