કોરોના વાયરસ હેઠળ કચ્છમાં કુલ 1639 લોકોને ક્વોરેન્ટાઈન કરાયા

ભુજ, તા. 27 : જિલ્લા મેજીસ્ટ્રેટ અને કલેકટર કચ્છ અને આપત્તિવ્યવસ્થાપન શાખા દ્વારા જણાવ્યા મુજબ જિલ્લામાં કોરોના વાયરસના પગલે કુલ 1639 લોકોને કવોરેન્ટાઇન હેઠળ રાખવામાં આવ્યા છે. ભુજની જી.કે.માં બળદિયાના 72 વર્ષીય એન.આર.આઇને શંકાસ્પદ દર્દી તરીકે દાખલ કરાયા હતા. બહારથી આવેલ શંકાસ્પદ દર્દીઓને તંત્ર દ્વારા 14 દિવસના કવોરેન્ટાઇન પીરીયડમાં રાખવાની કામગીરી કરવામાં આવી છે. જે પૈકી કુલ 1639 માંથી 1594 વ્યકિતોઓને ઘરમાં કવોરેન્ટાઇન કરવામાં આવ્યા છે. જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં 78 જેટલા આઇસોલેશન વોર્ડ છે. જેમાં ટોટલ 17 શંકાસ્પદ વ્યકિતઓમાંથી 15ને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે તેમજ 2 દર્દી એડમિટ છે. જિલ્લામાં કુલ 1834  ઈન્સ્ટીટયુશનલ કવોરેન્ટાઇન વ્યવસ્થા છે. જેમાં 52 વ્યકિતઓને કવોરેન્ટાઇન કરાયેલ અને 20 વ્યકિતઓને કવોરેન્ટાઇનમાંથી મુકત કરવામાં આવ્યા છે. આ વિગત આજ સાંજના ચાર વાગ્યા સુધીની છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer