પ્રાદેશિક આરોગ્ય નાયબ નિયામકે જી.કે.માં કોરોનાની વિગતો માગી

ભુજ, તા. 27 : રાજકોટથી પ્રાદેશિક આરોગ્ય નાયબ નિયામક ડો. રૂપાલી મહેતાએ આજે જી.કે. જનરલ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.આ અંગે  નાયબ સુપરિ. ડો. નરેન્દ્ર હીરાણીને પૂછતાં તેમણે જણાવ્યું કે, કોરોના સંદર્ભે હોસ્પિટલમાં કઇ રીતની વ્યવસ્થા કરાઇ?છે, વોર્ડ બતાવ્યા હતા અને આનુષંગિક ચર્ચા કરાઇ હતી.દવા અને સાધનો જરૂરિયાત મુજબ સરકાર આપશે તેવું ડો. મહેતાએ જણાવતાં જી.કે.ની જરૂરિયાતોમાં પ્રોટેકશન કિટ, થ્રી લેયર માસ્ક,હેન્ડ સેનિટાઇઝરની માંગ કરાઇ હતી. અદાણી મેડિકલ કોલેજ દ્વારા પણ કિટ, માસ્ક ખરીદાતા હોવાનું ડો. હીરાણીએ ઉમેર્યું હતું. નાયબ નિયામકની મુલાકાતમાં જનરલએડમિનના હેડ ડો.શાર્દુલ ચૌરસિયાએ વિગતો આપી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer