ભુજમાં 30 સ્ટોર્સ જરૂરી ચીજ-વસ્તુઓની હોમ ડિલીવરી કરશે

ભુજ, તા. 27 : શહેરની નગરપાલિકા દ્વારા લોકડાઉન સમય દરમ્યાન ભુજના કરીયાણા તેમજ આવશ્યક ચીજવસ્તુઓના વેપારીઓ સાથેની ચર્ચા બાદ નિયત જથ્થાની આવશ્યક ખાધ સામગ્રી કોઇપણ વધારાના ડિલીવરી ચાર્જ વગર ભુજ શહેરની હદ વિસ્તારમાં હોમ ડિલીવરી માટે 30 જેટલા સ્ટોરવાળા સહમત થયા છે. સવારે 11 થી સાંજે 6 વાગ્યા સુધી ગ્રાહકો ડિલીવરીનો ઓર્ડર આપી શકાશે. વેપારીની દુકાનમાં જે પણ ચીજવસ્તુ ઉપલબ્ધ હશે તેની હોમડિલીવરી કરવામાં આવશે. રિલાયન્સ અને ડિ માર્ટની એપ ડાઉનલોડ કરવા ચીજવસ્તુઓ તેમજ સમયની જાણ થશે. આ સાથે રિલાયન્સના વોટસ એપ નં. 99782 98300, 90237 26298, 93167 49672 અને ડી માર્ટ માટે મો. નં. 70690 23390નો સંપર્ક કરી શકાશે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer