લોકડાઉનમાં પશુઓને ચારો ન મળતાં જીવદયાપ્રેમીઓ ચિંતિત

ભુજ, તા. 27 : લોકડાઉન લાગુ થવાનાં પગલે રસ્તા પરના બિનવારસુ ઢોરોની દશા દયનીય બની છે. ઘાસચારો વેચનારો વર્ગ હાલ ન બેસતો હોવાથી અબોલ જીવોને ભૂખ્યા રહેવું પડે છે, ત્યારે યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ જીવદયાપ્રેમીઓ, સંસ્થાઓએ કરી છે. છેલ્લા 15 વર્ષથી ભુજ શહેરમાં ગાયોને ચારો આપવાની પ્રવૃત્તિ કરતી જલારામ સેવા સમિતિના વિજયાબેન ઠક્કર અને સરોજબેન પંડયાએ આ પ્રશ્ન તરફ ધ્યાન દોર્યું હતું. શહેરના વિવિધ વિસ્તારોમાં ચોક્કસ જગ્યા પર ઘાસચારા વેચવાની વ્યવસ્થા કરવામાં આવે તો, રસ્તા પર ફરતા પશુઓને ભૂખ્યા ન રહેવું પડે, તે અંગે વિવિધ સંસ્થાઓ ટૂંકમાં વહીવટી તંત્રને રજૂઆત કરશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer