આવશ્યક સેવાવાળા ઔદ્યોગિક ખાનગી એકમોને પરવાનગી

ભુજ, તા. 27: વૈશ્વિક મહામારી કોરોના વાયરસ કોવિડ-19ના પગલે અમલમાં આવેલા 21?દિવસના લોકડાઉન સમયમાં કચ્છ જિલ્લામાં વહીવટી તંત્ર દ્વારા ખાનગી ઔદ્યોગિક એકમોને પાસ આપવામાં આવે છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ઈ-મેઈલ [email protected]  પર કોઈ કંપની આવશ્યક ઉત્પાદનો આપવા ફાર્માસ્યુટિકલ યુનિટો અને આવશ્યક ચીજવસ્તુઓ સંબંધિત ઉત્પાદનોના ખાનગી કે ઔદ્યોગિક એકમો ચાલુ રાખવાનું ચેકલિસ્ટ ભરી અરજીને ભલામણ કમિટી દ્વારા મંજૂરી આપવામાં આવે છે. ઓનલાઈન અરજીને ધારાધોરણ મુજબ ચકાસી ચાલુ રાખવા પાત્ર એકમો, ભારે વાહનો અને વ્યક્તિઓ અવરજવરની પરવાનગીના પાસ આપવામાં આવે છે જે પૈકી અત્યાર સુધીમાં 4629 કર્મચારીઓ અને 396 વાહનોને પરવાનગી આપવામાં આવી હતી. અત્યાર સુધીમાં આ માટે કુલ 182 અરજી મળી હતી. જેમાંથી 73ને મંજૂરી મળેલી હતી. 107ને નામંજૂર કરી 2 યુનિટે અરજી પાછી ખેંચી હતી.સંબંધિત ઔદ્યોગિક કે ખાનગી એકમોમાં લોક-ઈનમાં કામ કરતા ન્યુનતમ કર્મચારીઓ માટે પરવાનગી માટે સંબંધિત સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટને અધિકૃત કરવામાં આવ્યા છે. તેના આનુષંગિક જરૂરી પાસ સંબંધિત એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટની કચેરીએથી લેવાના રહેશે. આ પ્રક્રિયા અંગેની કોઈ પૂછા પ્રશ્ન કે અરજી અર્થે જરૂર પડે 99784 05275 નંબર પર સંપર્ક કરી શકાશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer