ગાંધીધામમાં ઓનલાઈન ઓપીડી સેવા શરૂ

ગાંધીધામ, તા 27: વિશ્વ ભરમાં હાહાકાર મચાવનારા જીવલેણ કોરોના વાયરસ સામેની જંગ જીતવા માટે કેન્દ્ર કરકાર દ્વારા ત્રણ અઠવાડીયાનું લોકડાઉન જાહેર કરાયું છે. જેમાં લોકોને ઘરનો ઉંબરો ન ઓળંગવા સલાહ આપવામાં આવી છે.આવા સમયમાં બેન્કીંગ સેવા ડીઝીટલ માધ્યમની મળી રહી છે પરંતુ સાથોસાથ ગાંધીધામને ખાનગી હોસ્પિટલ દ્વારા એમ.ડી. તબીબની ઓપીડીની સુવિધા લોકોને ઘરે બેઠા મળે તે માટેના પ્રયાસ શરૂ કર્યા છે. બે એપ્લીકેશનના માધ્યમથી દર્દીઓ તબીબી માર્ગદર્શન મેળવી શકશે. ગાંધીધામ સ્ટર્લીંગ હોસ્પિટલના સેન્ટર હેડ રાજ કડેચાના જણવ્યા પ્રમાણે બે એપ્લીકેશન આઈ ડોકટર અને હુબફાયિં માં હોસ્પિટલના એમ.ડી. ડો. રવિક્રિષ્ન પરમારની ઓપીડી શરૂ કરવામાં આવી છે. લીબુટ એપ્લીકેશન ડાઉનલોડ કર્યા બાદ દર્દી એનોંધણી કરાવવાની રહેશે તેમાં સર્ચ કર્યા બાદ હોસ્પિટલના ડો પરમારનું નામ દેખાશે. આ એપ્લીકેશનમાં વીડીયો કોર્લીંગ ઓડીયો કોર્લીંગ અને ટેકસ મેસેજ એમ ત્રણમાંથી કોઈ પણ રીતે તબીબી માર્ગદર્શન મેળવી શકાશે. આ ઓનલાઈન ડોકટર એપ્લીકેશન તબીબી અને દર્દી બધા માટે છે. દર્દીએ નોંધણી કરાવ્યા બાદ સ્પેસ્યાલીસ્ટ તબીબને સર્ચ કરવાના હોય છે જેમાં ઈન્ટરનલ મેડીસીન સર્ચ કરતા સ્ટર્લીંગના તબીબનું માર્ગદર્શન મળશે. આ એપ્લીકેશનમાં પણ વીડીયો કોર્લીંગની જ સુવિધા છે. ડો રવિકિષ્ન પરમારના જણાવ્યા પ્રમાણે કોરોનાને નાથવા સોશ્યલ ડીસ્ટેન્સીંગ અને એકમાત્ર ઉપાય હોવાની ઈમરજન્સી સિવાયના કિસ્સામાં દર્દીઓ માટે આ સુવિધા ઉપયોગી સાબીત થઈ શકે છે. વીડીયો કોર્લીંગમાં સર્ચ કર્યા બાદ જો જરૂરીયાત જણાયતો દર્દીને હોસ્પિટલ બોલાવવામાં આવે છે અન્યથા માર્ગદર્શન કે દવામાં સુચવવામાં આવે છે. જો દર્દી પાસે કોઈ રીપોર્ટ હોય તો તે અપલોડ પણ કરી શકે છે. હોસ્પિટલમાં બીનજરૂરી ભીડ એકટા ન થાય અને લોકોને આંગણી ના ટેરવે તબીબી માર્ગદર્શન મળી રહે તે હેતુથી હોસ્પિટલના બીજા તબીબોની ઓપીડી આ એપ્લીકેશન મારફત શરૂ કરવામાં આવશે. જો કે આ એપ્લીકેશનમાં તબીબોનો ચાર્જ ઓનલાઇન આપવાનો રહેશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer