ભુજ કોમર્શિયલ બેન્ક દ્વારા રાશનકિટનું વિતરણ કરાશે : એક લાખની ફાળવણી

ભુજ, તા. 27 : કોરોના વાયરસ અને તેના કારણે જાહેર કરાયેલા લોકડાઉનને લઇને જરૂરતમંદો તથા રોજનું કમાઇને ખાનારા તથા સીધી રીતે હાથ લંબાવી શકતા નથી તેવા લોકોને રાહત પહોંચાડવાના હેતુસર અત્રેની વેપારીઓની સહકારી બેન્ક ભુજ કોમર્શિયલ કો ઓપરેટિવ બેન્ક દ્વારા રાશનની કિટના વિતરણ માટેનો નિર્ણય લેવાયો છે. બેન્ક દ્વારા આ માટે રૂા. એક લાખની રકમની ફાળવણી કરવામાં આવી છે. કોમ. બેન્કના મેનેજિંગ ડિરેકટર ધીરેન ભાનુભાઇ ઠક્કરને સેવાના આ કાર્યનો વિચાર આવ્યા બાદ તેમણે ચેરમેન કલ્પેશ રવિલાલ ઠક્કર તેમજ ડાયરેકટરો સાથે ટેલિફોનિક બેઠક યોજી સૌને વિશ્વાસમાં લઇ આ અંગેનો ખાસ ઠરાવ કરાવ્યો હતો. આ પછી બેન્ક દ્વારા કિટના વિતરણ માટે રૂા. એક લાખની ફાળવણી કરાઇ હતી. ચેરમેન શ્રી પુજારા અને એમ.ડી. શ્રી ઠક્કરે જણાવ્યું હતું કે બેન્કના જરૂરતમંદ સભાસદો ઉપરાંત સાચા લાભાર્થીઓની મોજણી કરીને તેમને આવશ્યક ચીજવસ્તુઓની રાશનની આ કિટ અપાશે. કિટ તૈયાર કરવાની વ્યવસ્થા ડાયરેકટર કમલ કારિયાને સોંપાઇ છે. બેન્કના જનરલ મેનેજર ધીરેન મજીઠિયા અને સ્ટાફના સભ્યો સહયોગી બની રહ્યા છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer