વાગડમાં કોરોના દરમ્યાન માનવતા મહેકી, ભૂખ્યાઓનો જઠરાગ્નિ શાંત કરાયો

રાપર, તા. 27 : હાલની પરિસ્થિતિમાં ધંધા રોજગાર બંધ?થતાં રાજસ્થાનથી આવેલા શ્રમજીવીઓએ પગપાળા પોતાના વતનની વાટ પકડી હતી પરંતુ રસ્તામાં વરસાદ શરૂ થતાં મુશ્કેલીમાં મુકાયા હતા, જેમને પોલીસ તંત્રના સાથ-સહકારથી વાગડના ગ્રામીણ લોકો દ્વારા પાણી અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. કાયદાનું પાલન કરી પગપાળા રવાના થયેલા રાજસ્થાનના શ્રમજીવીઓને વરસાદ નડતાં ખાધા-પીધા વગરના લોકોની મદદ માટે લોકોએ ભચાઉના ડી.વાય.એસ.પી. કે. જી.ઝાલાને જાણ કરતાં તેમણે કાનૂની નિયમોના  સંપૂર્ણ પાલન સાથે શ્રમજીવીઓને જમાડવામાં આવ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer