એકલા રહેતા વરિષ્ઠો માટે પ. કચ્છ પોલીસ સ્વજનની ભૂમિકામાં

એકલા રહેતા વરિષ્ઠો માટે પ. કચ્છ પોલીસ સ્વજનની ભૂમિકામાં
ભુજ, તા. 25 : લોકડાઉનની પરિસ્થિતિ દરમ્યાન એકલા રહેતા વરિષ્ઠ નાગરિકો માટે પશ્ચિમ કચ્છ જિલ્લા પોલીસ સ્વજનની ભૂમિકા ભજવી તેમના માટે સેવાકાર્ય કરશે. પોલીસદળે જાહેર કરેલી અપીલ મુજબ એકલા રહેતા વરિષ્ઠ નાગરિકોને સારવાર, રાશન કે દવા જેવી કોઇ આવશ્યક ચીજવસ્તુની જરૂરત ઉભી થશે અને તેઓ જો ભુજ સ્થિત જિલ્લા પોલીસ નિયંત્રણ કક્ષના ટેલિફોન નંબર 100 ઉપર જાણ કરશે તો પોલીસ જાતે તેમના ઘર સુધી આવી સામગ્રી પહોંચતી કરશે. વરિષ્ઠ નાગરિકોને કોરોનાની પરિસ્થિતિ વચ્ચે હાલાકી ન થાય તે માટે પોલીસદળે માનવતાવાદી અભિગમ અજમાવી આ નિર્ણય લીધો છે. એસ.પી. સૌરભ તોલંબિયાના હુકમથી આ અંગેની જાણ સમગ્ર પોલીસ સ્ટાફને કરાઇ છે. તો લોકોને પણ જાહેર અપીલ કરાઇ છે. તેમ જિલ્લા ટ્રાફિક શાખાના વડા જે.એન.જાડેજાએ જણાવ્યું હતું.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer