આઇપીએલ રદ કરવા બીસીસીઆઇ પર દબાણ વધ્યું

નવી દિલ્હી, તા. 25 : કોરોના વાયરસની ખતરનાક મહામારીનો સામનો કરવા માટે 21 દિવસના દેશવ્યાપી લોકડાઉનને પીએમ મોદીની જાહેરાત બાદ બીસીસીઆઇ પર આઇપીએલ રદ્દ કરવાનું દબાણ વધ્યું છે. બીસીસીઆઈએ આ પહેલા 29 માર્ચે શરૂ થનાર આઇપીએલ 1પ એપ્રિલ સુધી સ્થગિત કરી દીધો છે. કોરોનાની સ્થિતિ જોતા 1પ એપ્રિલ બાદ પણ આઇપીએલનું આયોજન શક્ય જણાતું નથી. આથી બીસીસીઆઈ પાસે આઇપીએલ કેન્સલ કર્યા વિના છૂટકો નથી. બીસીસીઆઈના અધ્યક્ષ સૌરવ ગાંગુલીએ કહ્યંy કે ગંભીર સ્થિતિને જોતા આ મામલે મારી પાસે કાંઈ કહેવાના શબ્દો નથી. અમે એ જ સ્થાને છીએ જયારે અમે આઇપીએલ સ્થગિત કર્યો હતો. પાછલા 10 દિવસમાં કાંઇ બદલાયું નથી. ગઇકાલે કિંગ્સ ઇલેવન પંજાબના સહમાલિક નેસ વાડિયાએ પણ સ્પષ્ટ કર્યું હતું કે આઇપીએલને પડતો મુકાવામાં આવે તે જ સારી વાત છે. આ મુદ્દે બીસીસીઆઈએ ફ્રેંચાઇઝીઓ સાથેની બેઠક પણ રદ્દ કરી દીધી હતી. બીસીસીઆઇના એક અધિકારીએ કહ્યંy કે જો ઓલિમ્પિક એક વર્ષ માટે ટાળી દેવામાં આવતો હોય તો આઇપીએલ તો તેનાથી ઘણી નાની ટુર્નામેન્ટ છે. તેનું આયોજન હવે મુશ્કેલ બન્યું છે. આ ટી-20 લીગને રદ્દ ન કરવી મૂર્ખતા ગણાશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer