આ વાયરસ આગ છે, તેને ભડકાવો નહીં : સચિન

નવી દિલ્હી, તા. 25 : મહાન ખેલાડી સચિન તેંડુલકરે કોરોના વાયરસ પર લોકોને સાવધાન કર્યા છે. તેણે લોકડાઉનનું ચુસ્ત પાલન કરવાની અપીલ કરી છે. માસ્ટર બ્લાસ્ટરે કહ્યંy છે કે આ વાઇરસ આગ છે. ઓછામાં ઓછું આપ એને ભડકાવવાની હવા ન આપો. સચિને ટ્વિટર પર આ સંદેશા આપતો વીડિયો શેર કર્યો છે. સચિને કહ્યંy છે કે આપણા સહુનું કર્તવ્ય છે કે સરકારનાં દીશા-નિર્દેશનું પાલન કરવું. સચિને લોકાડાઉનનો ભંગ કરનાર સામે નારાજગી પણ વ્યક્ત કરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer