કચ્છમાં 934 ક્વોરેન્ટાઈન હેઠળ

ભુજ, તા. 25 : વૈશ્વિક મહામારી જાહેર થયેલા કોરોના વાયરસ કોવિડ-19ના પગલે કચ્છ જિલ્લામાં જિલ્લા તંત્ર દ્વારા એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને અન્યત્ર સ્થળોએ ક્રીનિંગ કરવામાં આવી રહ્યું છે, જે પૈકી આજે ચાર વાગ્યા સુધીમાં એરપોર્ટ પર 1406, રેલવે પર 10125 અને અન્યત્ર 11001 વ્યકિતઓનું સઘન ચેકિંગ કરી કુલ 22532 વ્યકિતઓનું ક્રીનિંગ કરવામાં આવ્યું છે, જ્યારે કુલ્લ 934 લોકોને ક્વોરેન્ટાઈન હેઠળ રાખવામાં આવ્યા છે. ક્રીનિંગમાંથી 16 જેટલા શંકાસ્પદ કેસોના સેમ્પલ લેવાયા છે જેમાં એક પોઝિટિવ કેસ છે. બે વ્યકિતના રિપોર્ટ હજુ આવવાના બાકી છે અને 13 વ્યકિતના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, તેવું જિલ્લા વહીવટીતંત્ર દ્વારા જણાવાયું છે.  બીજી તરફ બહારથી આવેલા શંકાસ્પદ દર્દીઓને તંત્ર દ્વારા 14 દિવસના કવોરેન્ટાઇન રાખવાની કામગીરી કરવામાં આવી છે, જે પૈકી કુલ 1102માંથી 887 વ્યકિતોઓને ઘરમાં ક્વોરેન્ટાઇન કરવામાં આવ્યા છે અને 215 મુસાફરોએ હોમ કવોરેન્ટાઇન સમય પૂર્ણ કર્યો છે. જિલ્લાની વિવિધ હોસ્પિટલોમાં 78 જેટલા આઇસોલેશન વોર્ડ છે, જેમાં કુલ  16 શંકાસ્પદ વ્યકિતમાંથી 13ને રજા આપી દેવાઈ છે તેમજ ત્રણ દર્દી દાખલ છે. જિલ્લામાં કુલ 1685 ઈન્સ્ટિટયૂશનલ કવોરેન્ટાઇન વ્યવસ્થા છે, જેમાં 47 વ્યકિતને કવોરેન્ટાઇન કરાયેલા અને 12 વ્યકિતને કવોરેન્ટાઇનમાંથી મુક્ત કરવામાં આવ્યા હોવાનું માહિતી ખાતાની યાદીમાં જણાવાયું છે.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer