કચ્છની 440 વ્યક્તિની આરોગ્ય તપાસ કરાવાશે

ભુજ, તા. 25 : કોરોના વાયરસની તકેદારીના ભાગરૂપે શરૂ કરવામાં આવેલા હોમ ટુ હોમ સર્વે હેઠળ કચ્છમાં કુલ 440 વ્યક્તિને આરોગ્ય તપાસ માટે રીફર કરવામાં આવ્યા છે.  કચ્છ જિલ્લાના દસ તાલુકામાં સોમવારથી આંગણવાડી કાર્યકર અને આશા બહેનો દ્વારા ઘરે ઘરે જઈને શરદી, ખાંસી અને ઉધરસવાળી વ્યક્તિઓની તપાસ પૈકીની કામગીરી હેઠળ કુલ 64,822 ઘરોનો સર્વે કરાયો છે. જેમાંથી પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર તેમજ સરકારી આરોગ્ય કેન્દ્રમાં કુલ 440 વ્યક્તિને આરોગ્ય તપાસ માટે રીફર કરવામાં આવ્યા છે. સર્વેમાંજિલ્લામાં 0થી 15 વર્ષના કુલ 72,378, 15થી 60 વર્ષના 1,53,132 અને 60થી વધુ વર્ષના 26,893 વ્યક્તિ થઈને કુલ 2,52,403 વ્યક્તિઓની તપાસ કરવામાં આવી છે. આ કામગીરીમાં 2116 ટીમ કામે લાગેલી છે.    

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer