કોરોનાને પગલે સંચાર નિગમ દ્વારા સેવાઓ શરૂ કરાઈ

ભુજ, તા. 25 : ભારત સંચાર નિગમ લિમિટેડ નોવલ કોરોના વાયરસના સંક્રમણને ધ્યાનમાં લઈ તથા ભારત સરકાર દ્વારા પ્રાપ્ત દિશા-નિર્દેશોના અનુપાલનના અનુસંધાને ગ્રાહકોના હિત માટે પગલાં લેવાઈ રહ્યાં છે. કચ્છમાં કાર્યરત તમામ કસ્ટમ સર્વિસ સેન્ટર તુરંત પ્રભાવથી બંધ કરવામાં આવ્યાં છે. ઉપભોક્તાઓને તકલીફ વેઠવી ન પડે તે માટે તેઓના પ્રવર્તમાન બ્રોડબેન્ડ પ્લાનને નવા પ્લાનમાં અપગ્રેડ કરવા માટે શહેરના ઉપભોક્તાઓને [email protected]  તથા ગાંધીધામ વિસ્તારના ઉપભોક્તાઓ [email protected]  પર પોતાના લેન્ડલાઈન સહિતની વિનંતી મોકલી શકે છે. વર્ક ટુ હોમ માટે બી.એસ.એન.એલ. દ્વારા નવા બ્રોડબેન્ડ પ્લાન રૂા. 799માં મળશે. પ્રતિ માસ અનલિમિટેડ કોલિંગ, 500 જીબી ડેટા તે પણ 10 એમબીપીએસ સ્પીડ સાથે મળશે. લેન્ડલાઈન ઉપભોક્તાઓને સારી સુવિધાઓ ઘેર બેઠાં પ્રાપ્ત થાય તે માટે અમારા આઉટડોર વિભાગને પણ આઉટસોર્સથી સજ્જ કરાયા છે તેવું સંચાર નિગમના જનરલ મેનેજર સંજીવ સિંઘવીએ જણાવ્યું હતું. એફટીટીએચ સુવિધા જે વર્તમાનમાં માત્ર ભુજ, ગાંધીધામ તેમજ મુંદરામાં અપાતી હતી, પરંતુ હવેથી આ સુવિધા કચ્છના રાપર,  માંડવી તથા અંજાર શહેરમાં પણ મળી શકશે. આ સેવાની સ્પીડ 100 એમબીપીએસ સુધીની રહેશે જેની ગ્રાહકોએ નોંધ લેવી. લોકડાઉનમાં બીએસએનએલ સ્ટાફ ટેલિકોમ સેવાઓ કાર્યરત રાખવા માટે પ્રતિબદ્ધ છે, પરંતુ સીએસસી બંધ રહેશે. લોકડાઉનને નજર રાખીને લેન્ડલાઈન/બ્રોડબેન્ડના બીલોની ચૂકવણીની છેલ્લી તારીખ યોગ્ય રીતે વધારવામાં આવશે તેવું પણ જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer