પોર્ટની કાર્ગો હેન્ડલિંગ કામગીરીમાં ઓછી સંખ્યામાં કામદારોને બોલાવો

ગાંધીધામ, તા.25 : કોરોના વાયરસની રોકથામ માટે દેશભરમાં 21 દિવસનું લોકડાઉન જાહેર કરાયું છે ત્યારે આવશ્યક સેવામાં આવતા મહાબંદર ઉપર ઓછી સંખ્યામાં કામદારોને બોલાવવા અંગે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તાકીદ કરવામાં આવી હતી. આજે ગાંધીધામ ચેમ્બર ખાતે ડીપીટીમાં અધિકારીઓ અને પ્રશાસન વચ્ચે બેઠક યોજાઈ હતી. અંજારના પ્રાંત અધિકારીએ જણાવ્યું હતું કે, આવશ્યક સેવા હેઠળ હોવાથી પોર્ટ બંધ ન કરાવી શકાય પરંતુ વધુ સંખ્યામાં કામદારો આવતા હોય તો લોકડાઉનનો કોઈ અર્થ રહેતો નથી. માટે ખાંડ, ચોખા, પેટ્રોલિયમ પદાર્થ એવી વસ્તુઓના હેન્ડલીંગ માટે ઓછી સંખ્યામાં કામદારોને બોલાવવા તાકીદ કરી હતી અને આ કામગીરી દરમ્યાન પણ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા તાકીદ કરાઈ હતી. આ દરમ્યાન કોરોના વાયરસની રોકથામ માટેના જરૂરી સુરક્ષાના પગલાં લેવા પણ નિર્દેશ કરાયો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer