અંતરજાળમાં માસ્ક પહેરવાનું કહેતાં હુમલો

ગાંધીધામ, તા. 25 : તાલુકાના અંતરજાળમાં રવેચીનગર વિસ્તારમાં મોઢા ઉપર રૂમાલ કે માસ્ક પહેરવાનું કહેતાં એક શખ્સે એક યુવાન ઉપર જીવલેણ હુમલો કર્યો હતો.અંતરજાળના રવેચીનગરમાં ગગુભાઇ આહીરની ઓરડીમાં રહેનાર અજયસિંહ રમાશંકર રાજપૂત, દિલીપ મકાલુ યાદવ, પીન્ટુસિંઘ, સંગમસિંહ, અશોકકુમાર, ગોરખ યાદવ વગેરે રાત્રે ઓરડીમાં હતા, ત્યારે બાજુની ઓરડીમાં રહેનાર આરોપી એવો શેરસિંહ યાદવ નામનો શખ્સ તેમની ઓરડીમાં આવ્યો હતો. પોતાના મોઢા ઉપર રૂમાલ કે માસ્ક પહેર્યા વગર આ શખ્સ ઓરડીમાં આવતાં દિલીપ યાદવે રૂમાલ બાંધીને કે માસ્ક પહેરીને અહીં આવવા કહ્યું હતું.દરમ્યાન આ શખ્સ ઉશ્કેરાઇ ગયો હતો અને હમણાં જ આવું છું તેમ કહી પોતાની ઓરડીમાં ગયો હતો અને ધોકો લઇ પરત આવ્યો હતે. તેણે દિલીપને તું મને કેમ સલાહ આપતો હતો તેમ કહી આ યુવાનના માથામાં ધેકા વડે હુમલો કર્યો હતો અને બાદમાં ત્યાંથી નાસી ગયો હતો. ઘવાયેલા યુવાનને પ્રથમ આદિપુર અને બાદમાં વધુ સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની તપાસ હાથ ધરી છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer