મોટા બાંધામાં આધેડ પર સગાઈ બાબતે હુમલો

ભુજ, તા. 25 : તાલુકાના ખાવડા બાજુના મોટા બાંધા ગામે ગઈકાલે સગાઈ બાબતે વાતચીત કરવા ગયેલા નખત્રાણા તાલુકાના જડોદર (કો.)ના આધેડ પર ચાર લોકોએ ગઈકાલે હુમલો કર્યો હતો. ફરિયાદી જડોદર (કો.)ના બાવન વર્ષીય જુમા અલારખા હિંગોરજાના દીકરાની સગાઈ તેના મૃતક મોટા ભાઈની દીકરી સાથે કરવાની હતી, પરંતુ તેની સગાઈ આરોપીઓના ભાણેજ સાથે કરી હોવાથી તે અંગે વાતચીત કરવા જતા તું સગાઈ તોડવાની કોઈ વાત કરતો નહીં તેવું કહી ફરિયાદી જુમા પર આરોપી ખેરમામદ હાજી હિંગોરજા, ગની જાકબ હિંગોરજા, જકરિયા રભુ હિંગોરજા તથા અલીસિધિક ભચલ હિંગોરજાએ એકસંપ કરી લાકડીઓ તથા હાથ પગ વડે હુમલો કર્યો હતો. ખાવડા પોલીસે હથિયારબંધી અંગેના જાહેરનામા ભંગ સહિતની કલમો તળે ગુનો નોંધી તપાસ આદરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer