ભુજમાં અનેક સંપન્ન ગૃહિણીઓને હાથે ઘરકામના દિવસો આવ્યા !

ભુજ, તા. 25 : ગાંધીધામની જેમ ભુજમાં પણ ઘરકામ કરતી મહિલાઓએ સામૂહિક રજામાં ઊતરતાં ગૃહિણીઓને ગૃહકામની પ્રવૃત્તિ ચાલુ થઈ છે. તો વૃદ્ધો માટેના કેરટેકર અને રસોઈકામ કરતી બહેનો પણ કોરોના ઈફેક્ટના લોકડાઉનમાં જોડાતાં સુખી પરિવારો ચિંતામાં મુકાયા છે.સામાન્ય રીતે બીમારી, વાર- તહેવાર પ્રસંગે રજા ભોગવતી આ ઘરકામ કરતી મહિલાઓને ભાગ્યે જ રજા નસીબ થતી હોય છે. પરંતુ તાજેતરના કોરોનાના લોકડાઉનનાં પગલે ફરજિયાત રજા મળી છે.બીજીતરફ દૂર દૂર સુધી કામ માટે જતી આ વર્ગની મહિલાઓને છકડા જેવી સવલત છીનવાઈ જતાં નાછૂટકે પણ રજા રાખવી પડી છે. કેટલાક સુખી વર્ગ ઘરે રસોઈ માટે પણ મહિલાઓની સેવા લે છે, તેમને પણ આ સંજોગોમાં જાતે રસોઈ કરવાનો વખત આવ્યો છે. અત્યારે તો 31 તારીખ સુધી તો સંપૂર્ણ રજા છે, ત્યાર પછી સંજોગોને આધીન અનેક ગૃહિણીઓનું પણ ભાવિ ઘડાશે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer