આકાશવાણી ભુજના સમાચાર હવે યુ-ટયુબ પર જ ઉપલબ્ધ

ભુજ, તા. 25 : ભુજનું આકાશવાણી કેન્દ્ર લોકડાઉન કરવાની ફરજ પડી હોવા છતાં સ્થાનિક  સમાચાર બુલેટીન બંધ થયા નથી,  તેનું પ્રસારણ હવે  યુ ટયુબ ઉપર ઉપલબ્ધ છે. કચ્છના શ્રોતાઓ માટે અહીં બુલેટીન ઉપરાંત કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે વ્યકતિગત અને સામાજિક સ્તરે જરૂરી માહિતી પણ આપવામાં આવે છે. યુ-ટયુબ ઉપર સમાચાર બુલેટીન સાંભળવા માટે ઙ્ગ છગઞ ઇઇંઞઉંઙ્ઘ  ટાઇપ કરવાથી ચેનલ ખૂલશે .  યુ- ટયુબનો ઉપયોગ કરવાનો અનુભવ શ્રોતા માટે અનેરો રહેશે કારણ કે તેના ઉપર અગાઉના બુલેટીન પણ ઉપલબ્ધ રહે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈ રાત્રે કરેલા રાષ્ટ્રજોગ સંબોધનની રજૂઆત કરતો ખાસ એપિસોડ પણ અહીં મૂકયો છે. આકાશવાણીના સ્થાનિક  સમાચાર બુલેટીન માટે ગામડે ગામડેથી સમાચાર મોકલવા માંગતા મિત્રો અમને ઈ-મેલ કરી શકે છે. ક્ષીબવીષ.ફશ।઼લળફશહ.ભજ્ઞળ  ઉપર સમાચાર મોકલવા માટે બુજુર્ગ શ્રોતા પોતાના ગામના શિક્ષક કે સોશિયલ મીડિયા જાણતા જુવાનની મદદ લઈ શકે છે. તાકીદના સમાચાર માટે મોબાઈલ નંબર 94267 89399 ઉપર જાણ કરી શકાશે.  કોરોના વાયરસનો ફેલાવો રોકવા માટે નાના-મોટા ગામ શહેરમાં થઈ રહેલી ઉમદા અને અનોખી કામગીરીની વિગત મળશે, તો અમે તેને સમાચારમાં સ્થાન આપીશું એવુંએક યાદીમાં જણાવાયું છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer