લેવા પટેલ હોસ્પિટલમાં ઈમરજન્સી કેસ દાખલ કરવાની મોકડ્રીલ

કેરા (તા. ભુજ), તા. 25 : ત્રીજા ચરણમાં જો અચાનક દર્દીઓની સંખ્યા વધે તો આરોગ્ય તંત્રે તૈયારી સાથે ભુજની માતા મેઘબાઈ પ્રેમજી જેઠા હોસ્પિટલને સજ્જ કરી છે. જિલ્લા નોડેલ ઓફિસરની સૂચનાથી યોજાયેલ મોકડ્રીલમાં કેસમાં ઉછાળો નોંધાય તો ઈમરજન્સી કેસ દાખલ કરવાની તૈયારીઓ કરાઈ હતી.જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી કન્નર, જિલ્લા અધિક કલેક્ટર અને નોડેલ ઓફિસરના જણાવ્યા મુજબ તેમના માર્ગદર્શન હેઠળ સમગ્ર જિલ્લો અત્યારે કોરોનાને મહાત કરવા રાત-દિ એક કરી રહ્યો છે ત્યારે રાષ્ટ્રહિતની આ પરીક્ષાની ઘડીમાં કચ્છી લેવા પટેલ એજ્યુકેશન અને મેડિકલ ટ્રસ્ટે અધ્યક્ષ ગોપાલભાઈ ગોરસિયાની આગેવાનીમાં મોટી ભૂમિકા ભજવવા તૈયારી દર્શાવી છે. તૈયારીના ભાગરૂપે આઈસોલેટેડ વોર્ડમાં સેવા આપવા તૈયાર કર્મીઓ સાથે ચર્ચા કરાશે અને રાષ્ટ્ર માટે સર્વોચ્ચ બલિદાન આપવાના ભાવ સાથે સેવા કરવા પ્રતિબદ્ધતા જાહેર કરાશે. તંત્રે જણાવ્યાનુસાર લેવા પટેલ હોસ્પિટલમાં અચાનક સાયરન સાથેની એમ્બ્યુલન્સ પ્રવેશ કરે છે, ઈમરજન્સી વિભાગમાં અગાઉથી આઈસોલેટેડ ખાસ વત્રો સાથે એક ડોક્ટર અને સહાયક સજ્જ હોવાનું જણાવ્યું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer