ગાંધીધામમાં જરૂરતમંદો માટે રાશનકિટ-ટિફિન સેવા શરૂ

ગાંધીધામ, તા. 25 : કોરોના વાયરસને કારણે તંત્ર દ્વારા તાળાબંધીની જાહેરાત કરાઈ છે. કપરા સમયમાં અત્રેની  સંસ્થા દ્વારા ગાંધીધામ અને આદિપુરના જરૂરતમંદો માટે ફૂડ કિટ અને  ટિફિન સેવાનો આરંભ કરવામાં આવ્યો હતો. સંસ્થાએ જણાવ્યું હતું કે સેવા જરૂરતમંદ વર્ગ માટે શરૂ કરાઈ છે. ટિફિન અને ફૂડ કિટ કોઈ પ્રકારના વળતરની અપેક્ષા વગર વિનામૂલ્યે અપાશે. સવારે 10 વાગ્યે ભોજન બનાવા માટેની તૈયારી કરાશે. ત્યારબાદ 12.30 વાગ્યે વિતરણ કરવામાં આવશે. અન્નદાન મહાદાનના પ્રકલ્પ સાથે કામ કરતી સંસ્થાએ કોઈ જરૂરતમંદ દેખાય તો જાણ કરવા અપીલ કરી હતી. આ મહામારીઓનો સૌએ સાથે મળીને સામનો કરવો તેવું યાદીમાં ઉમેરવામાં આવ્યું છે. આ સેવાનો લાભ મેળવવા ઈચ્છુકોને કોઈ પ્રશ્ન પૂછવામાં નહીં આવે. સેવાનો લાભ લેવા માટે ફૂડ હેલ્પલાઈન મો. નંબર 8141415255 ઉપર તથા સંસ્થાને સહકાર કરવા માટે મો. 98253 40849 ઉપર સંપર્ક કરવા એક યાદીમાં જણાવાયું છે. નોંધપાત્ર છે  કે સંસ્થા દ્વારા છેલ્લા લાંબા સમયથી જરૂરતમંદોને ભોજન કરાવા માટે સેવા યજ્ઞ આરંભવામાં આવ્યો છે. વર્તમાન પરિસ્થિતિમાં આ સેવા લોકોને ઉપયોગી સાબિત થશે તેવું એક યાદીમાં જણાવાયું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer