નર્મદાના ઈતિહાસમાં ડોકિયું

નર્મદાના ઈતિહાસમાં ડોકિયું
નર્મદાની કચ્છ શાખા નહેરનું કામ હજુ ખોરંભે પડેલું છે, પરંતુ ગુજરાતની જીવાદોરીસમી નર્મદા યોજના આજે રાજ્યની સમૃદ્ધિની વાહક બની શકી છે એના પાયામાં કચ્છીઓની મહેનત છુપાઈ છે. 7મી જૂન, 1990ના રોજ મુંબઈમાં દામજીભાઈ એન્કરવાલાના સંયોજન હેઠળ નર્મદા સમર્થન અભિયાનના ઉપક્રમે કચ્છીઓની વિરાટ રેલી યોજાઈ હતી. એ ઘટનાનું દાયકાઓ પછી દસ્તાવેજીકરણ થઈ રહ્યું છે. કચ્છમિત્ર ભવનમાં સૌરાષ્ટ્ર ટ્રસ્ટના ચેરમેન દામજીભાઈ પાસેથી એ ઈતિહાસ જાણીને કચ્છના સાંસદ વિનોદભાઈ ચાવડા રોમાંચિત થઈ ઊઠયા હતા. (તસવીર : મયૂર ચૌહાણ) 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer