હિન્દુ સમાજને શિવમાંથી એકત્વ અપનાવી સનાતન ધર્મને અખંડ રાખવા હાકલ

હિન્દુ સમાજને શિવમાંથી એકત્વ અપનાવી સનાતન ધર્મને અખંડ રાખવા હાકલ
દેવપુર-ગઢ (તા. માંડવી), તા. 28 : દેવાધિદેવ મહાદેવના મહાપર્વ શિવરાત્રિ પ્રસંગે ગઢશીશા ખાતે સમસ્ત હિન્દુ સમાજ દ્વારા ધામધૂમથી ઉજવણી કરાઈ હતી. પંથકના ગ્રામ્ય વિસ્તારના શિવભક્તોના હર હર મહાદેવના નાદથી ગઢશીશા ગુંજી ઊઠયું હતું. સભામાં વક્તાઓએ એકસૂરમાં સમરસતા પર ભાર મૂક્યો હતો. સામાજિક અને રાજકીય આગેવાનોએ હિન્દુ યુવા સંગઠનના કાર્યકરોની પીઠ થાબડી હતી. ગઢશીશા સમસ્ત હિન્દુ સમાજ અને હિન્દુ યુવા સંગઠન દ્વારા યોજાયેલી શોભાયાત્રા બાદ કલ્યાણેશ્વર મહાદેવ મંદિર સામે ધર્મસભા યોજાઈ હતી. આ ધર્મસભામાં પ્રજાને એક્તાનો સંદેશો પાઠવતાં કચ્છ હિન્દુ યુવા સંગઠનના પ્રમુખ રઘુવીરસિંહ જાડેજાએ શિવને એકત્વના ઈશ્વર ગણાવી શિવમાંથી એકત્વવાદ શીખી સનાતન ધર્મને અખંડ રાખવા, નાત-જાત અને જ્ઞાતિની વાડાબંધી તોડીને તમામ હિન્દુઓને એક થવા અપીલ કરી હતી. આ પ્રસંગે માંડવી તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન કેશવજીભાઈ રોશિયાએ ધર્મનું મહત્ત્વ સમજાવ્યું હતું. કાર્યક્રમમાં પ્રારંભે મહેશસિંહ જાડેજાએ આવકાર આપ્યો હતો. ચંદુમા, જિલ્લા પંચાયતના પૂર્વ ચેરમેન રાજેન્દ્રસિંહ જાડેજા સહિતના વક્તાઓએઁ પ્રાસંગિક પ્રવચન કર્યું હતું. કાર્યક્રમમાં આઈ જ્યોતબાઈ માતાજી, કચ્છ જિલ્લા રાજપૂત ક્ષત્રિય સભાના પ્રમુખ અને માંડવીના ધારાસભ્ય વીરેન્દ્રાસિંહ જાડેજા ઉપસ્થિત રહ્યા હતા. સરપંચ ભાઈલાલ માધવજી છાભૈયા, તાલુકા પંચાયતના અધ્યક્ષા ગંગાબેન સેંઘાણી, કારોબારી સમિતિના ચેરમેન પ્રદ્યુમનસિંહ જાડેજા, સદસ્યા અવનીબેન ભગત, પ્રવીણભાઈ વેલાણી અને હિન્દુ યુવા સંગઠનના પ્રમુખો મંચસ્થ રહ્યા હતા. બાળકો દ્વારા સાંસ્કૃતિક કાર્યક્રમ રજૂ કરાયો હતો. કાર્યક્રમમાં ગોસ્વામી સમાજ પ્રમુખ નવીનગિરિ ગોસ્વામી, પાટીદાર, ક્ષત્રિય, મેઘવંશી ગુર્જર સમાજ, પંચ ગંગાજી તીર્થસ્થાન પ્રમુખ,ઉપસરપંચ રાજેશભાઈ ઉકાણી, વલ્લભજી માધવજી છાભૈયા સહિતના ગઢશીશા પંથકના સામાજિક અને રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. સનાતન સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. વ્યવસ્થા જિતેન્દ્રભાઈ ભગત, રાજેશ છાભૈયા, ત્રિલેશ ગજ્જર, વિરમ રબારી સહિતના યુવા અગ્રણીઓ સાથે હિન્દુ યુવા સંગઠનના કાર્યકરોએ સંભાળી હતી. સંચાલન રાજેન્દ્રગિરિ ગોસ્વામીએ જ્યારે આભારવિધિ વિરમ રબારીએ કર્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer