કલા મહાકુંભમાં પ્રદેશકક્ષાએ કચ્છી કલાકારોનો દબદબો

કલા મહાકુંભમાં પ્રદેશકક્ષાએ કચ્છી કલાકારોનો દબદબો
આદિપુર, તા. 28 : ગુજરાત રાજ્ય યુવક સેવા અને રમતગમત તથા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ દ્વારા રાજ્યના કલાકારોનું હીર ઝળકાવવા યોજાતા કલા મહાકુંભમાં તાજેતરમાં ઉત્તર ગુજરાત પ્રદેશકક્ષાની સ્પર્ધામાં કચ્છના કલાકારો ઝળક્યા છે, જેમાંના પ્રથમ બે વિજેતા હવે રાજ્યકક્ષાએ ભાગ લેશે.આ વિવિધ સ્પર્ધાઓમાં લોકનૃત્ય (વયજૂથ 6થી 14માં) માતૃછાયા કન્યા વિદ્યાલય-ભુજ દ્વિતીય, (15થી 20 વર્ષ વયજૂથમાં) કચ્છ મચ્છોયા આહીર કન્યા વિદ્યામંદિર-આદિપુર પ્રથમ અને (21થી 59 વર્ષ વયજૂથમાં) પૂર્વિ લોકકલા નૃત્ય દ્વિતીય, સ્કૂલ બેન્ડમાં (6થી 14) નરનારાયણ ગર્લ્સ સ્કૂલ-મિરજાપર દ્વિતીય, ગઝલ શાયરીમાં (15થી 20) કામાક્ષી ગોસ્વામી-તૃતીય, ગિટારમાં (6થી 14માં) કૃપા ચૌહાણ તૃતીય, ભરતનાટયમ (6થી 14માં) વિશ્વા વરૂ ?દ્વિતીય, લોકવાર્તામાં (6થી 14માં) આનંદી એસ. ગઢવી દ્વિતીય, 15થી 20માં કશિશ પી. ગઢવી પ્રથમ, ચિત્રકલામાં (15થી 20માં) જાનવી ગોરસિયા દ્વિતીય, વકતૃત્વમાં 15થી 20માં પ્રિન્સી ગોસ્વામી દ્વિતીય, એકપાત્રીય અભિનયમાં (15થી 20માં) પાર્મી પી. ઠક્કર દ્વિતીય, રાસમાં ત્રણે વયજૂથમાં આર.?ડી. વરસાણી શાળા દ્વિતીય, પ્રથમ અને  દ્વિતીય, લગ્નગીતમાં (6થી 14માં) પ્રાર્થના મુન્શી તૃતીય વિજેતા જાહેર થયા હતા.વાદ્ય સ્પર્ધાઓ પૈકી તબલાંમાં (6થી 14માં) વંદન રાજીવ મહેતા તૃતીય, (21થી 59માં) દુર્ગેશ ટી. માળી દ્વિતીય, ઓર્ગન (21થી 59)માં મિલન પટેલ દ્વિતીય, વાંસળીમાં (15થી 20માં) શિવમ ભટ્ટ પ્રથમ, (21થી 59માં) પ્રતીક એચ. જોશી પ્રથમ, લતીફ મલેક ઓ. દ્વિતીય, ગરબામાં (6થી 14માં) લેવા પટેલ પ્રા. શાળા તૃતીય, હાર્મોનિયમમાં (6થી 14માં) વોરા ઉદિશ પ્રથમ, પંકજ ભાનુશાલી (14થી 20માં)?પ્રથમ, દુહા-છંદ-ચોપાઇમાં (6થી 14માં) અલ્પા એસ. ગઢવી પ્રથમ, (21થી 59માં) સોઢા સમરથસિંહ તૃતીય, નિબંધ લેખનમાં (6થી 14માં) સીતા વી. પ્રથમ, 15થી 20માં અવનિ પી. દબાસિયા તૃતીય, મોહિનીઅટ્ટમમાં (14થી 20માં) કે.કે.એમ.એસ. ગર્લ્સ હાઇસ્કૂલ-અંજાર બિનહરીફ, સમૂહગીતમાં (14થી 20માં) ઈન્દ્રાબાઈ ગર્લ્સ હાઈ.-ભુજ, કાવ્યલેખનમાં (14થી 20માં) ગોસ્વામી મોક્ષ-માતૃછાયા કન્યા વિદ્યાલય-ભુજ પ્રથમ અને શાત્રીય કંઠય સંગીતમાં (21થી 59માં) દક્ષ કૌશલ છાયા દ્વિતીય વિજેતા જાહેર થયા હતા.રાજ્યના મહેસાણા, અંજાર, ગાંધીનગર અને અમદાવાદ ખાતે યોજાયેલી પ્રદેશકક્ષાની સ્પર્ધાઓમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી મોહસીનખાન પઠાણ, જિલ્લા રમતગમત અધિકારી રોહિતસિંહ પરમાર, પ્રાંત યુવા વિકાસ અધિકારી દેવાંશી ગઢવી અને નરસિંહ ગાગલનાં માર્ગદર્શન હેઠળ રાજુભા ઝાલા, દેવેનસિંહ વાળા, કનાડાભાઇ વિ.એ ટીમ મેનેજર તરીકેની ફરજ બજાવી હતી. અ'વાદ-ગાંધીનગરમાં જિલ્લા યુવા વિકાસ અધિકારી તેજલબા ચૌહાણે વ્યવસ્થા સંભાળી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer