આઉં રે... હલૈસ ભેંણ નગર ભાઝાર...

આઉં રે... હલૈસ ભેંણ નગર ભાઝાર...
પી. જી. સોની દ્વારા-  ભુજ, તા. 28 : દિન પ્રતિદિન વિકસી રહેલા શહેરના પ્રમુખ સ્વામીનગરનાં મુખ્ય બીજા ગેટ પાસે, હનુમાનજી મંદિરના સાંનિધ્યમાં દર શનિવારે સાંજે એક ભાતીગળ `નગરબજાર' ભરાય છે. મહિલા અને બાળકોની વિશેષ ઉપસ્થિતિવાળા આ મેળામાં ખાસ કરીને ભાતભાતના કપડાં વેચનારાઓ, રમકડાં, ગિફ્ટ આર્ટિકલ, ફૂટવેર, રમતગમતના સાધનો, ખાણીપીણીની વિવિધતા સભર વાનગીઓ, નાળિયેર, સાકર, ફૂલ-ફૂલમાળા, લીંબું મરચાના ઝુમખા તેમજ અન્ય જીવનજરૂરિયાતની ચીજ વસ્તુઓ વેચનારાઓનો અહીં ભારે જમાવડો જોવા મળે છે. શનિવાર સાંજનું ખુશનુમા વાતાવરણ હનુમાનજી મંદિરમાં સુંદરકાંડના પાઠ વચ્ચે, મા આશાપુરાનું ભવ્ય મંદિર, ફરવા માટે તોરલ ગાર્ડન, આવા માહોલમાં બહેનોની અરસ-પરસ ગોઠડી ચાલુ હોય છે. વળી એમાં મનપસંદ વસ્તુઓ ખરીદવાનો મોકો મળે એવા આ મનગમતા ભાતીગળ મેળામાં આનાથી વિશેષ બીજું જોઈએ શું? સાંજે શું બનાવશું? રાત્રે રસોઈ બનાવવાની રોજની રામાયણથી શનિવારે સાંજે તો છુટકારો મળે, દરરોજનાં આ યક્ષ પ્રશ્નથી બહેનોની શનિવારની સાંજ સુધરી જાય. અવિરત વાહન વહેવારથી ધમધમતા આ પ્રમુખ માર્ગે જમાવટ કરતો આ મનપસંદ મેળો `નગરબજાર' રાત્રે 9 વાગ્યા પછી આપમેળે આટોપાઈ જાય છે, બીજા શનિવારનાં ઈન્તજારમાં. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer