લોકાયુર્વેદનો અર્થ લોકોનું આયુર્વેદ

લોકાયુર્વેદનો અર્થ લોકોનું આયુર્વેદ
માધાપર જૂનાવાસ (તા. ભુજ), તા. 28 : લોકાયુર્વેદનો મતલબ જ લોકોનું આયુર્વેદ થાય છે. બીમાર ન પડીએ તે માટેની `સ્વસ્થ જીવન શૈલી' સેમિનારમાં આયુર્વેદાચાર્ય ડો. હિતેશભાઇ જાનીએ સમજાવ્યું હતું. સમસ્ત જૈન સમાજ માધાપર દ્વારા આયોજીત અને `તેરા તુજકો અર્પણ' અભિયાન અંતર્ગત આપણી સંસ્કૃતિ અને ઋષિમુનિઓની જૂની પરંપરાઓ મુજબ તંદુરસ્ત જીવન જીવવા માટેનો સેમિનાર (રવિવારે) સોલંકી વિનોદભાઇ ક.ગુ.ક્ષ. સમાજવાડી, માધાપર ખાતે યોજાયો હતો.આ દીપ પ્રાગટય ધારાસભ્ય ડો. નીમાબેન આચાર્ય, ડો. હિતેશ જાની, જિલ્લા ભાજપ મંત્રી, તા.પં. ઉપપ્રમુખ અને સમસ્ત જૈન સમાજ-માધાપરના પ્રમુખ હિતેશભાઇ ખંડોર, તાલુકા ભાજપ પ્રમુખ, ધનજીભાઇ ભુવા, સમાજ રત્ન શશિકાંતભાઇ ઠક્કર, અગ્રણી વિનોદભાઇ સોલંકી,  માધાપર ક્ષત્રિય સમાજના પ્રમુખ દાદુભા ચૌહાણ, દિલીપભાઇ ભીંડે (લોહાણા સમાજ આગેવાન), હિંમતસિંહ વસણ, રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના પશ્ચિમ કચ્છના સંઘચાલક, વસંતભાઇ મહેતા, મૂર્તિ પૂજક સંઘના પ્રમુખ મિલન દોશી તેરાપંથ સંઘના પ્રમુખ, દિનેશભાઇ સોની, વસંતભાઇ સોની, સુરેશભાઇ મહેતા (વીબીસી પ્રમુખ),  ગોવિંદભાઇ ખોખાણી, ગ્રા.પં. સભ્યો ફતેહદાન ગઢવી, નારણભાઇ મહેશ્વરી, ભૂપેન્દ્રભાઇ શાહ, જૈન સમાજના મંત્રી, પૂર્વ સરપંચ હંસાબેન સોલંકીએ કર્યું હતું. પ્રખ્યાત વકતા ડો. શ્રી જાનીએ  આપણે કેવો ખોરાક લેવો, આપણી મુખ્ય છ ઋતુ પ્રમાણે તે મુજબનો ખોરાક લેવો, ઘરમાં રસોઇ કેમ પકાવવી, કેવું પાણી પીવું જોઇએ, શરીર-મન અને આત્મા પ્રસન્ન કેમ રાખવા, સૂર્ય નમસ્કાર વગેરે જેવા અનેક મુદ્દાઓ પર `સ્વસ્થ જીવનશૈલી' વિષય પર પ્રવચન આપ્યું હતું.સેમિનારમાં મોટી સંખ્યામાં ભાઇઓ-બહેનો, યુવાનો, વિવિધ સમાજો, વિવિધ સંસ્થાઓ, વિવિધ યુવક મંડળો, વિવિધ મહિલા મંડળોના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer