કચ્છ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ દ્વારા ભુજમાં કાવ્યપઠન સ્પર્ધા યોજાઈ

કચ્છ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ દ્વારા ભુજમાં કાવ્યપઠન સ્પર્ધા યોજાઈ
ભુજ, તા. 28 : કચ્છ રાષ્ટ્રભાષા પ્રચાર સમિતિ દ્વારા પ્રાથમિક, માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિકના વિદ્યાર્થીઓ માટે ડો.કવિતા (મીરા)ની 2પમી પુણ્યતિથિ નિમિત્તે ખાસ કાવ્યપઠન સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. મંત્રી પદ્મકાંત રાવલ અને મહિલા સભ્ય અનસૂયા રાવલ દ્વારા ડો. કવિતાના ચિત્રને માલ્યાર્પણ થઈ હતી. ઉપસ્થ્તિ શિક્ષક ભાઈ-બહેનો અને સ્પર્ધક ભાઈ-બહેનો દ્વારા શ્રદ્ધાંજલિ અર્પીને સમૂહ તસવીર યાદ સ્વરૂપે ખેંચાવી હતી. પ્રમુખસ્થાનેથી શંકરભાઈ સચદેએ સ્પર્ધામાં ભાગ લીધેલા ધો. પથી 12ના વિદ્યાર્થી ભાઈ-બહેનોને અભિનંદન પાઠવ્યા હતા. તેમનામાં રહેલી વાક્શક્તિ અને શુદ્ધવાચન માટે પ્રશંસા કરી હતી. પદ્મકાંત રાવલે પરિણામની જાહેરાત કરી હતી. સ્પર્ધામાં ધો. પથી 8 પ્રથમ સોની પાયલ, દ્વિતીય ગઢવી શિવમ્, ધો. 9થી 10?આચાર્ય વિશ્વા સમીર અને ધો. 11-12માં વિધિ વી. ઠક્કર અને દ્વિતીય રબારી અંજલિ રહ્યા હતા. ભાગ લેનારા તમામ સ્પર્ધકોને આશ્વાસન ઈનામ અપાયા હતા.નિર્ણાયક અનસૂયા રાવલ, દિવ્યાબેન વૈદ્ય, ઉષ્માબેન શુક્લ, રૂપલબેન મહેતા, અમૃતલાલ સોની અને વીરેન્દ્ર પોમલે સેવા આપી હતી. જયેશ રાવલે વ્યવસ્થા અને આભારવિધિ કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer