કચ્છ યુનિ.માં કાળીપટ્ટી ધારણ કરી રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કરાયું

કચ્છ યુનિ.માં કાળીપટ્ટી ધારણ કરી રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કરાયું
ભુજ, તા. 28 : કચ્છ યુનિવર્સિટી ખાતે અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા વિવિધ મુદ્દાને લઇ ગુરુવારે રામધૂન બોલાવી, કાળીપટ્ટી ધારણ કરી વિરોધ પ્રદર્શન કરાયું હતું. એબીવીપીની યાદીમાં જણાવાયા મુજબ પીએચડી પ્રવેશ પરીક્ષાના પેપરો ખાનગી સ્ટેશનરીમાં છપાવવા, પેપરો વિદ્યાર્થીઓ પાસે તપાસાવવા જેવી બાબતો સામે આવી જેને લઇ ગેરરીતિની આશંકા દર્શાવી આ મુદ્દાને લઇ તપાસ સમિતિની રચના કરવા, ઓક્ટોબર માસમાં લેવાયેલી પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં અને રૂપિયા પાંચ હજાર જેટલી લેટ ફી વિદ્યાર્થીઓ પાસે વસૂલવામાં ન આવે તેવી માંગ કરાઇ હતી. જ્યાં સુધી તમામ માંગો નહીં સ્વીકારાય ત્યાં સુધી અ.ભા.વિ.પ. તબક્કાવાર આંદોલન કરતું રહેશે અને જરૂરપડયે શિક્ષણમંત્રી અને ઉચ્ચ શિક્ષણ કમિશનરને પણ રૂબરૂ મળીને રજૂઆતો કરશે તેવું પરિષદના કાર્યાલય મંત્રીની યાદીમાં ઉમેરાયું હતું. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer