રૂદ્રમાતા ખાતે બે બાઇક વચ્ચે અકસ્માતમાં યુવકનું મોત, અન્ય ત્રણ જણ ઘવાયા

ભુજ, તા. 28 : તાલુકામાં ભુજ ખાવડા ધોરીમાર્ગ ઉપર રૂદ્રમાતા નજીક સુદામાવાસ પાસે આજે રાત્રે સામેસામેથી આવી રહેલી બે બાઇક અથડાતા સુદામાવાસમાં રહેતા રાણા ગાંગા ભદ્ર્ન (ઉ.વ. 32)ને મોત આંબી ગયું હતું. જયારે અન્ય ત્રણ જણ ઘવાયા હતા.પોલીસ સૂત્રોએ પ્રાથમિક વિગતો આપતા જણાવ્યું હતું કે આજે રાત્રે નવેક વાગ્યાના સુમારે થયેલા આ અકસ્માતમાં સુદામાવાસના શિવજી આચુ મારવાડા (ઉ.વ.30), મોટા દિનારાના ઇશાક હારૂન સમા (ઉ.વ.32) અને આમનુલા આમદ સમા (ઉ.વ.29) ઘવાયા હતા. આ ત્રણેયને ભુજ જનરલ હોસ્પિટલમાં 108 મારફતે ખસેડાયા છે. એક જણની હાલત ગંભીર બતાવાઇ રહી છે. આ ઘટનામાં મરનાર રાણા ભદ્ર્નને અત્યંત ગંભીર ઇજાઓ થઇ હતી. જે તેમના માટે સારવાર પહેલાં જ યમદૂત સાબિત થઇ હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer