દેવપર અને મઉંમાં સૂત્રોના લખાણ થકી આક્રોશ : પોલીસ સમક્ષ ફરિયાદ

ગઢશીશા, તા. 28 : માંડવી તાલુકાના દેવપુર (ગઢ) અને મઉં ખાતે બ્રહ્મસમાજ તથા આર.એસ.એસ. વિરુદ્ધ સૂત્રો લખાતાં સમગ્ર વિસ્તારમાં ચર્ચા સાથે બ્રહ્મસમાજમાં આક્રોશની લાગણી ફેલાઈ છે. કોમી એકતા તથા રાષ્ટ્રની ભાવનને આ કૃત્ય દ્વારા ઠેંસ પહોંચાડનારા અસામાજિક તત્ત્વોને સખતમાં સખત સજાની માંગ શુક્રવાર સાંજે ગઢશીશા પોલીસ સ્ટેશન ખાતે યોજાયેલા લોકદરબારમાં બ્રહ્મસમાજના આગેવાનો સાથે અન્ય સમાજના લોકોએ કરી હતી.આ સમગ્ર બનવાના પગલે વિસ્તારના બ્રહ્મસમાજની બેઠક બોલાવી અસામાજિક તત્ત્વો સામે કાયદેસર કાર્યવાહી કરવા આવેદનપત્ર પાઠવી પોલીસ ફરિયાદ કરી કાયદેસર કાર્યવાહી કરવા નક્કી કરાયું છે. આવતીકાલે તા. 29/2ના આવેદનપત્ર અરજી આપવા પણ નિર્ણય લેવાયો છે. આ અંગે પશ્ચિમ કચ્છ પોલીસવડા સૌરભ તોલંબિયા, ના.પો. વડા જે.એન. પંચાલ, પી.આઈ. આર.ડી. ગોજિયા વિગેરેએ પણ યોગ્ય પગલાં ભરવા ખાતરી અપાઈ હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer