સતત બીજા વર્ષે રણજી ફાઇનલમાં પહોંચવા સૌરાષ્ટ્ર આતુર

રાજકોટ, તા. 28 : સૌરાષ્ટ્રની ક્રિકેટ ટીમ સતત બીજા વર્ષે ફાઇનલમાં પહોંચવાના લક્ષ્ય સાથે આવતીકાલ શનિવારથી હોમ ગ્રાઉન્ડ ખંઢેરીના સ્ટેડિયમ ખાતે સેમિફાઇનલમાં ગુજરાતની ટીમ સામે મેદાને પડશે. આ મેચમાં બન્ને ટીમ પાસે ડીઆરએસનો વિકલ્પ રહેશે. જેનો ઉપયોગ ટૂર્નામેન્ટમાં પહેલીવાર થઇ રહ્યો છે. સૌરાષ્ટ્ર-ગુજરાત વચ્ચેની આ મેચનું સ્ટાર સ્પોર્ટસની ચેનલ પરથી લાઇવ ટેલિકાસ્ટ પણ થશે. સૌરાષ્ટ્રની ટીમ રણજી ટ્રોફીની સિઝનમાં સતત શાનદાર દેખાવ કરીને સેમિફાઇનલમાં પહોંચી છે. જો કે, ટીમને ઘરેલુ મેદાન પર જ એક મેચમાં ઉત્તરપ્રદેશ સામે હાર સહન કરવી પડી હતી. ટીમની સફળતામાં સુકાની જયદેવ ઉનડકટનો સિંહફાળો રહ્યો છે. તે કુલ પપ વિકેટ લઇ ચૂકયો છે અને રણજી ટ્રોફીની વર્તમાન સિઝનમાં તે આ મામલે ટોચ પર છે. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer