જાડેજાને સમાવવાનો રવિ શાત્રીનો સંકેત

ક્રાઇસ્ટચર્ચ, તા. 28 : ન્યુઝીલેન્ડ વિરુદ્ધની બીજી ટેસ્ટની પૂર્વ સંધ્યા પર ટીમ ઇન્ડિયાના હેડ કોચ રવિ શાત્રીએ સંકેત આપ્યો છે કે સ્પિન ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજાને આર. અશ્વિનના સ્થાને તક મળી શકે છે. જો કે શાત્રીએ કહયું કે આખરી ફેંસલો ટોસ ઉછાળતા પૂર્વે જ લેવામાં આવશે. અશ્વિને પહેલી ટેસ્ટમાં 99 રનમાં 3 વિકેટ લીધી હતી. શાત્રીએ કહયું કે અશ્વિન વિશ્વસ્તરીય સ્પિનર છે, પણ તે તેની બેટિંગથી નિરાશ છે. આ તકે કોચે તેના બે મુખ્ય ઝડપી બોલર બુમરાહ અને શમીના નબળા પ્રદર્શનનો બચાવ કર્યો હતો. કોચે એવો પણ સંકેત આપ્યો કે બીજી મેચની ઇલેવનમાં પૃથ્વી શો હશે. તે હવે ફિટ છે. શાત્રીએ કહયું તે હવે પગની ઇજામાંથી બહાર આવી ગયો છે. પૃથ્વીના જમણા પગમાં સોજો હતો. જેથી ટીમ મેનેજમેન્ટની ચિંતા વધી હતી, પણ હવે તેણે આજે નેટ પ્રેકટીસમાં ભાગ લીધો હતો. પૃથ્વી પહેલી ટેસ્ટમાં નિષ્ફળ રહયો હતો. તેણે 16 અને 14 રનની મામૂલી ઇનિંગ રમી હતી.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer