ખટલા ભવાની મંદિર નજીકની પવનચક્કી હટાવો

ભુજ, તા. 28 : લખપત તાલુકામાં આવેલા તીર્થસ્થાન માતાના મઢના ખટલા ભવાની માતા મંદિરની બિલકુલ નજીક આવેલી પવનચક્કી હટાવવા જિલ્લા કલેકટરને અહીંના બાપા સીતારામ ડેવલોપમેન્ટ ટ્રસ્ટના પ્રમુખ કે.ડી. જાડેજાએ રજૂઆત કરી હતી. રજૂઆતમાં જણાવાયું હતું કે, ધાર્મિક સ્થળથી એક કિ.મી. સુધી પવનચક્કી લગાડવામાં ન આવે, અગાઉ આ મંદિર પર હેલિકોમ્પ્ટર દ્વારા ફૂલવર્ષા થઈ હતી. તેની બાજુની જગ્યા પોલીસને ફાળવાઈ છે. સરહદી વિસ્તાર હોવાથી સુરક્ષાની દૃષ્ટિએ કંપનીને પવનચક્કી હટાવવા સૂચના આપવા જણાવી અન્યથા અદાલતના દ્વારા ખટખટાવવાની ચીમકી આપી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer