રવા અને નલિયા વચ્ચે બે બાઇક અથડાતાં ભુજનો ચાલક બન્યો જખ્મી

ભુજ, તા. 28 : અબડાસામાં રવા ગામથી છ કિ.મી. દૂર નલિયા તરફના માર્ગ ઉપર સામેસામેથી આવી રહેલી બે બાઇક ટકરાતાં એક વાહનના ચાલક ભુજના સંજોગનગરમાં રહેતા અબ્દુલ્લ રઝાક મણિયાર (ઉ.વ.40)ને ઇજાઓ થઇ હતી. પોલીસે આપેલી માહિતી મુજબ ઘાયલ થનારો અબ્દુલ્લ મણિયાર બાઇકથી નલિયા ખાતે સરકારી ઠેકાના કામ અન્વયે જઇ રહયો હતો ત્યારે ગઇકાલે સાંજે તેને આ અકસ્માત નડયો હતો. તેને સારવાર માટે અત્રેની જનરલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer