નખત્રાણાના ઇસમને ચેકના કેસમાં છ માસની કેદ સાથે વળતરનો આદેશ

નલિયા (તા. અબડાસા), તા. 28 : ચેક પરત ફરવાના કેસમાં અત્રેની કોર્ટે નખત્રાણાના શખ્સને નેગોશીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એકટ હેઠળ તકસીવાન ઠેરવી છ માસની સાદી કેદ અને ફરિયાદીને 1.25 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો હતો. નલિયા કોર્ટમાં ફરિયાદી સલેમાન રાજમલ બુટા (બુટા, તા. અબડાસા)એ આરોપી  કુંભાર ઇકબાલ સાલેમામદ (નખત્રાણા)ને બંને મિત્રો હોઇ 1215 મણ મગફળીનો ચારો ઉધારમાં વેચાણમાં આપેલો. આરોપી ઇકબાલે તે રકમની ચૂકવણી માટે રૂા. 1,21,500નો ચેક આપેલો, તે ચેક સલેમાને દેના બેંક નલિયા શાખામાં જમા કરાવતાં ચેકમાંની રકમ વણચૂકયો ચેક પરત થતાં આ કેસ ઊભો થયો હતો. ફરિયાદી તરફે મૌખિક તેમજ દસ્તાવેજી પુરાવાઓ રજૂ થતાં કોર્ટે તે પુરાવાઓને માન્ય રાખી આરોપીને તકસીરવાન ઠેરવી છ માસની સાદી કેદ તેમજ કુલ રૂા. 1,25,000 વળતર ફરિયાદીને ચૂકવવાનો હુકમ કર્યો હતો. ફરિયાદીના વકીલ તરીકે એડવોકેટ લાલજી એલ. કટુઆએ હાજર રહી દલીલો કરી હતી. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer