મીઠીરોહરમાં દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસનો લાઇવ દરોડો

ગાંધીધામ, તા. 28 :તાલુકાના મીઠીરોહર ગામની સીમમાં સાંગ નદીના વોકળામાં ચાલુ દેશી દારૂની ભઠ્ઠી ઉપર પોલીસ છાપો મારી રૂા. 5000નો દેશી દારૂ, આથો જપ્ત કરી એક શખ્સની ધરપકડ કરી હતી, પરંતુ મુખ્ય સૂત્રધાર સહિત બે શખ્સો હાથમાં આવ્યા હતા. મીઠીરોહરની સીમમાં ચડ્ડા મિલની પાછળ સાંગ નદીના વોકળામાં બાવળની ઝાડીમાં મોડી રાતે એલ.સી.બી.એ છાપો માર્યો હતો. અહીંથી સામજી ઉમર કોળીની ધરપકડ કરવામાં આવી હતી. પરંતુ તેને તથા તેના બનેવી ભચુ અલુ કોળીને મજૂરીએ રાખનારો સલીમ ઉર્ફે સલિયો મુરૂ સોઢા અને ભચુ કોળી પોલીસના હાથમાં આવ્યા નહોતા.પકડાયેલા શખ્સ પાસેથી રૂા. 2800નો આથો તથા રૂા. 2400નો તૈયાર દેશી દારૂ, બાઇક નંબર જી.જે. 12-એ.જે. 0295 અને નંબર વગરની અન્ય એક બાઇક, ગેસ, ચૂલો વગેરે એમ કુલ રૂા. 48,000નો મુદ્દામાલ હસ્તગત કરવામાં આવ્યો હતો. 

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer