ચકાર નજીક ઝાડીઓ વચ્ચેથી 32 હજારનો શરાબ જબ્બે : આરોપી હાથ ન આવ્યા

ભુજ, તા. 28 : તાલુકામાં ચકાર ગામ નજીક બંદરા ત્રણ રસ્તાથી ભલોટ તરફ જતા કાચા માર્ગ ઉપર બાવળની ઝાડીઓ વચ્ચેથી સ્થાનિક પદ્ધર  પોલીસે રૂા. 32200ની કિંમતની     શરાબની 92 બાટલી પકડી પાડી હતી. અલબત બન્ને પૈકી કોઇ આરોપી હાથમાં આવ્યો ન હતો.સત્તાવાર સાધનોના જણાવ્યા અનુસાર ગતરાત્રે સાડા અગિયાર વાગ્યાના સુમારે બાતમીના આધારે આ દરોડો પડાયો હતો. આ સમયે આરોપી ચકારનો દિગ્વિજયાસિંહ ઉર્ફે પપ્પુ બળુભા જાડેજા અને કોટડાનો કિશોરાસિંહ રાઠોડ હાજર ન મળતા હાથમાં આવ્યા ન હતા. પોલીસે રૂા. 32200નો 92 બાટલી શરાબ કબ્જે કરીને બન્ને આરોપી સામે વિધિવત ગુનો દાખલ કર્યો હતો.  

© 2020 Saurashtra Trust

Developed & Maintain by Webpioneer